- 13 વર્ષીય કિશોરે 16 વર્ષીય વિદ્યાર્થીની કરી હત્યા
- બસ સ્ટોપ અને ટ્રેન સ્ટેશન પર સતત હિંસાની ઘટનામાં વધારો
- મોટાભાગે કિશોરો વચ્ચે જૂથ અથડામણ


ગુરુવારે ડ્યુનેડિન બસ હબમાં ટ્રિનિટી કૉલેજના વિદ્યાર્થીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના પર તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરાયો હતો. ગુરુવારે બપોરે 3 વાગ્યા પછી ગ્રેટ કિંગ સ્ટ્રીટ પર ટ્રિનિટી કેથોલિક કોલેજના 16 વર્ષના છોકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું.અન્ય 13 વર્ષીય કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તે શુક્રવારે ડ્યુનેડિન યુથ કોર્ટમાં હાજર થશે. પોલીસ દ્વારા આજે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટનાના સીસીટીવી તથા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.
બસ અને ટ્રેન સ્ટેશનો પર યુવાનોની હિંસામાં વધારો કરાયો છે ત્યાં જ પોલીસ અને કોમ્યુનિટી ગ્રુપના વોલંટીયર પેટ્રોલિંગ પર હોવાના દાવા થઈ રહ્યા છે.
તે તાજેતરમાં ઓકલેન્ડના ન્યૂ લિનમાં થયેલા હુમલાઓને અનુસરે છે, જેમાં સ્થાનિક બસ હબનો સમાવેશ થાય છે, જ્યાં કિશોરોના જૂથો અન્ય યુવાનો પર હુમલો કરી રહ્યાં છે.
આ પહેલાં સપ્ટેમ્બર 2023માં આલ્બની બસ સ્ટેશન પર અન્ય એક વ્યક્તિની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.
ઓપરેશન હૌમારુ નામની નવી પોલીસ પહેલ મુસાફરો પર નજર રાખવા માટે પોલીસ અને પરિવહન અને કોમ્યુનિટી ગ્રુપના વોલંટીયર એકસાથે લાવશે.
ગુરુવારે ન્યુ લિન ટ્રાન્સપોર્ટ હબ હાઈ-વિઝ વેસ્ટ પહેરેલા પેટ્રોલરોથી ભરેલું હોવાથી, એક મહિલાએ સ્થાનિક મીડિયાને કહ્યું કે આ વિસ્તાર સુરક્ષિત નથી.
Leave a Reply