DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

About Us

ABOUT US

આપણું ગુજરાત ન્યુઝીલેન્ડનું એકમાત્ર સાપ્તાહિક ડીજીટલ ન્યુઝ પેપર છે. અમારા ન્યુઝપેપરની શરૂઆત 2017માં થઇ હતી અને ઓછા સમયમાં જ ન્યુઝીલેન્ડવાસીઓના દિલમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના વારસાને ન્યુઝીલેન્ડ સુધી પહોંચાડવાનો અમને ગર્વ છે. ડિજિટલ માધ્યમથી સમાજમાં હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા apnugujarat.co.nz લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે. ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ તેમજ સિદ્ધિઓને લઈને ગુજરાતીઓનો અવાજ બનવાનો એક ગુજરાતી તરીકે હંમેશા પ્રયત્ન કર્યો છે. વિશ્વમાં વસતા ગુજરાતીઓની લાગણી અને માગણીનું મહામાધ્યમ બનવા માટે પણ અમે કટિબદ્ધ છીએ.

ગુજરાતી ભાષાના માધ્યમથી જાણકારી મેળવવા ઇચ્છતા લોકો માટે ઊંડાણમાં જઇ અમે સમાચાર, સંસ્કૃતિ, વિચાર અને મનોરંજનનો સંપૂર્ણ સ્વાદ ગુજરાતી ઓળખ સાથે પીરસવા તૈયાર છીએ