ન્યુઝીલેન્ડ મેટ સર્વિસ ડિપાર્ટમેન્ટે 120 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી, નુકસાન અને પાવરકટને લઇને પણ ચેતવણી


ઓકલેન્ડથી વાઇકાટો સુધી તીવ્ર વાવાઝોડું અને જોરદાર પવન આગાહી કરતા વહેલા આવી રહ્યા છે. મેટસર્વિસે સમગ્ર ઓકલેન્ડ, થેમ્સ કોરોમંડલ, કાઈપારાઅને વાઈકાટોમાં રેડ વોર્નિંગ ચેતવણી જારી કરી છે. કેટલાક ભાગોમાં 120km/h સુધી પહોંચવાની પણ અપેક્ષા છે. અગાઉ બપોર આસપાસ જોરદાર પવન ફૂંકાવવાની શરૂઆતની આગાહી હતી પરંતુ હવે તે સવારે 10 કલાકથી જ તેની અસર શરૂ થઇ ગઇ છે.
હવામાન વિભાગે લોકોને સુરક્ષિત સ્થાનો પર આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં પ્રાધાન્યમાં ઘરની અંદર અને બારીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ચેતવણી, બુધવારે સવારે 10.30 વાગ્યા સુધી માન્ય રહેશે. રોડની, ગલ્ફ, થેમ્સ કોરોમંડલ, કાઈપારા, ઓકલેન્ડ સિટી, વાઈકાટો, હૌરાકી, વેટાકેરે, ફ્રેન્કલિન અને આલ્બેનીના સ્થાનિક સરકારી વિસ્તારોમાં લોકોને અસર વધુ કરી શકે છે.
સવારે 9:30 વાગ્યે, મેટસર્વિસના હવામાન રડારને પશ્ચિમ કિનારે પડેલા તીવ્ર વાવાઝોડાની અસર જોવા મળી હતી. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે વાવાઝોડાની આ લાઇન ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહી છે અને તેની સાથે નુકસાનકારક પવન ફૂંકાવાની ધારણા છે.
મેટસર્વિસે જણાવ્યું હતું કે ખૂબ જ તીવ્ર પવનના ઝાપટા ઝાડની ડાળીઓ તોડી શકે છે, છતને નુકસાન પહોંચાડી શકે છે અને ખાસ કરીને ઊંચી બાજુવાળા વાહનો અને મોટરસાઇકલ માટે ડ્રાઇવિંગને જોખમી બનાવી શકે છે.
Leave a Reply