DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

શીખ પર પાકિસ્તાની કામરાન અકમલની વિવાદિત ટિપ્પણી, હરભજને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ VIDEO

India Vs Pakistan Match, Harbhajan singh, Kamran Akmal, Arshdeep Singh, Sikh Community,

ટી20 વર્લ્ડ કપમાં ભારત સામેના પરાજય બાદ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલની વિવાદિત ટિપ્પણી, હરભજનસિંહે જવાબ આપતા કહ્યું, શરમ કર કામરાન, શીખોએ જ ભૂતકાળમાં તમારી મા-બહેનોઓને બચાવી છે

T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે તેના કટ્ટર હરીફને છ રનથી હરાવ્યું હતું. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાકિસ્તાન સામે છેલ્લી ઓવર ફેંકી હતી. તેણે માત્ર 11 રન ખર્ચ્યા અને ભારતને જીત તરફ અપાવી હતી. કામરાન અકમલે 25 વર્ષના બોલરને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનાથી હવે ખળભળાટ મચી ગયો છે. સાથે જ હરભજન સિંહે પણ તેને ઝાટકણી કાઢી હતી. જોકે હરભજનસિંહની આકરી ટિપ્પણી બાદ કામરાન અકમલે માફી માગી છે.

કામરાનનું વિવાદાસ્પદ નિવેદન
ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર કામરાન અકમલ શાહિદ હાશમી સાથે અર્શદીપ સિંહની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. જોકે, ફાસ્ટ બોલરે પોતાના પ્રદર્શનથી બંનેને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનને 20મી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. કામરાન અને હાશ્મી બંનેએ કહ્યું કે અર્શદીપને 20મી ઓવર ન આપવી જોઈતી હતી.

ભજ્જીએ સોશિયલ મીડિયા પર અકમલને ઝાટક્યો
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​હરભજન સિંહે કામરાન અકમલને તેના વિવાદાસ્પદ નિવેદન પર કટાક્ષ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ દ્વારા પાકિસ્તાની ખેલાડીને જડબાતોડ જવાબ આપ્યો.

કામરાન અકમલે માફી માંગી
ભારતીય દિગ્ગજની ટીકા કર્યા બાદ કામરાને ટ્વિટ કરીને તેના નિવેદન માટે માફી માંગી હતી. T-20 વર્લ્ડ કપની આઠ મેચોમાં પાકિસ્તાન પર ભારતની આ સાતમી જીત છે અને ODI-T20 વર્લ્ડ કપ સહિત 16 મેચોમાં પાકિસ્તાન પર ભારતની 15મી જીત છે.

India Vs Pakistan Match, Harbhajan singh, Kamran Akmal, Arshdeep Singh, Sikh Community,

મેચમાં શું થયું?
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 19 ઓવરમાં 10 વિકેટે 119 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 113 રન જ બનાવી શકી હતી. રોહિત શર્માની સેનાએ જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગને કારણે મેચ છ રનથી જીતી લીધી હતી. બુમરાહે ફાસ્ટ બોલરે આ મેચમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે તેની ચાર ઓવરના સ્પેલમાં 3.50ના ઇકોનોમી રેટથી માત્ર 14 રન જ ખર્ચ્યા અને મેચને ભારતની તરફેણમાં ફેરવી દીધી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. અગાઉ 2023 ODI વર્લ્ડ કપમાં, બુમરાહે પાકિસ્તાન સામે 19 રન આપીને બે વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.