14મી જૂને બનેલી ઘટનામાં લૂંટારૂઓનો 57 સેકન્ડ સુધી લૂંટનો ખેલ ચાલ્યો, આસપાસના લોકો દોડી આવતા લૂંટારુઓ ભાગ્યા
આપણું ગુજરાત ન્યુઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડના Sandringhamની સ્માર્ટડીલ બજાર ગ્રોસરી શોપ પર ચારથી પાંચ લૂંટારૂ 14મી જૂનના રોજ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ બેખૌફ બનીને લૂંટને અંજામ આપ્યો હતો. આ શોપ હંમેશા મોડી રાત સુધી ખુલ્લી રહે છે અને કલોઝિંગ ટાઇમ પર વખતે જ 11.38 કલાકે લુંટારૂઓ ત્રાટક્યા હતા. સેન્ડ્રીંગહામ વિસ્તાર મોડી રાત સુધી સતત બિઝી રહેતો હોવા છતાં પણ લૂંટારુઓએ ભય વિના ગુનાને અંજામ આપ્યો હતો.
શોપની બહાર 2 લોકો બહાર ઉભા હોવા છતાં પણ બેખૌફ લૂંટારુઓએ તેમના પર ગાડી ચઢાવી હતી. આ લૂંટનો ખેલ 55 સેકંડ સુધી ચાલ્યો હતો. જ્યાં તેમણે ટીલ મશીન તથા અન્ય કિમતી સામાનની ચોરીને અંજામ આપ્યો હતો. જોકે લૂંટની આસપાસના 2-3 લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને લૂંટારૂઓને ભગાડ્યા હતા. જોકે સમગ્ર ઘટનાને પગલે કર્મચારીઓમાં રોષની સાથે ભય પણ જોવા મળ્યો હતો.


ઘટનાની વધુ વિગત લેવા માટે સ્માર્ટ ડીલ બઝારનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમના કર્મચારીએ આપણું ગુજરાત ન્યુઝને જણાવ્યું હતું કે તેમના માલિક હાલ સ્ટોર પર ઉપસ્થિત નથી તો તેઓ હાલ કોઇ માહિતી આપી શકશે નહીં. જોકે ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Leave a Reply