28મી જુને જસ્ટિસ મિનિસ્ટર પોલ ગોલ્ડસ્મિથ સાથે બેઠકનું આયોજન, રિટેલ એસોસિયેશનના હોદ્દેદારો તથા સભ્યો હાજર રહેશે


આપણું ગુજરાત ન્યૂઝ. ક્રાઇસ્ટચર્ચ
ન્યુઝીલેન્ડમાં ફરીથી એકવાર ક્રાઇમ રેટ ઉંચે જઇ રહ્યો છે અને રિટેલ બિઝનેસ ઓનર્સ હવે પહેલા જેવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. દેશમાં સરકાર બદલાઇ પરંતુ ગુનાની સ્થિતિ જસની તસ રહેવા પામી છે. આ તરફ ઓકલેન્ડમાં જ્યાં વારંવાર રિટેલ બિઝનેસ ઓનર્સ તથા મોલમાં પણ ગુનેગારો લૂંટને ખુલ્લેઆમ અંજામ આપી રહ્યા છે ત્યાં ક્રાઇસ્ટચર્ચમાં પણ ગુનાનું સ્તર વધવા પામ્યું છે. આથી જ મિનિસ્ટર ઓફ જસ્ટીસ પોલ ગોલ્ડસ્મિથ સાથે ક્રાઇસ્ટચર્ચ રિટેલ બિઝનેસ ઓનર્સ દ્વારા એક બેઠકનું આયોજન કરાયું છે.
467 કોલંબો સ્ટ્રીટ ખાતે આવેલી એમ.જી.રોડ રેસ્ટોરન્ટ ખાતે 28મી જુન, શુક્રવારના રોજ મીટિંગ મળનારી છે. જેમાં મુખ્ય એજન્ડા ક્રાઇસ્ટચર્ચમાં રિટેલર્સની સેફ્ટીનો મુદ્દો સર્વોચ્ચ સ્થાને છે. આ બેઠકમાં વર્તમાન ક્રાઇમ ડેટા અને લો એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા કેવા પગલા લેવામાં આવ્યા છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કાયદામાં ક્યા લૂપ હોલ્સ છે અને તેની સામે કેવો અભિગમ રાખવામાં આવી રહ્યો છે તે પણ મુખ્ય એજન્ડામાં સામેલ કરાયો છે. સાથે જ રિટેલ ઇન્ડસ્ટ્રીઝ તથા રિટેલર્સને કેવી રીતે વધુ સુરક્ષા આપી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
Leave a Reply