જે કેસમાં 2021માં બ્રેવરી એવોર્ડ મળ્યો તે જ કેસમાં હવે હુમલાનો આરોપ મૂકાયો, જાણીને નવાઇ લાગશે પરંતુ મસ્જિદ પર હુમલાના કેસમાં હુમલાખોરને પડકારનાર અને વધુ જાનહાની અટકાવનારા અઝીઝ પર હવે હુમલાનો આરોપ


જાણીને નવાઇ લાગશે પરંતુ આ સત્ય છે અને તમારે માનવું પણ પડશે. ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં 2019માં મસ્જિદ પર હુમલો થયો હતો અને આ કેસમાં હુમલાખોરનો પીછો કરનારા અબ્લુલ અઝીઝ વહાઝાદાહ પર હુમલાનો આરોપ મૂકાયો છે. અઝીઝે જે પ્રકારને સામનો કર્યો હતો તે હુમલાની ક્ષણ દરમિયાન, તેના કારણે જ હુમલાખોર બીજી વખત મોસ્કમાં જઇ શક્યો ન હતો અને વધુ લોકોનાં મોત થતા અટક્યા હતા. અઝીઝને આ બદલ 2021માં ન્યૂઝીલેન્ડનો સર્વોચ્ચ બહાદૂરી પૂરસ્કાર એનાયત કરાયો હતો.
50 વર્ષીય અબ્દુલ અઝીઝ વહાઝાદાહ, જેમણે 2019 ના ક્રાઈસ્ટચર્ચ આતંકવાદી હુમલા દરમિયાન લિનવુડ ઈસ્લામિક સેન્ટરમાંથી બંદૂકધારીનો પીછો કર્યો હતો. હવે જ્યારે અઝીઝ પર જે હુમલાનો આરોપ મૂકાયો છે તેણે તે આરોપને નકારી કાઢ્યો છે અને એકલામાં જજની સામે ટ્રાયલ પસંદ કરી છે. હવે આ કેસની વધુ સુનાવણી આગામી વર્ષ પર નિર્ધારિત કરાઇ છે. આ ઉપરાંત પોતાના કેસને જાતે જ લડવાનું પણ નક્કી કર્યું છે.
” અઝીઝના બહાદુર પગલાઓએ બંદૂકધારીને આ મસ્જિદમાં અન્યને મારવા માટે ફરીથી પ્રવેશ કરતા અટકાવ્યો હતો અને આખરે બંદૂકધારીને મસ્જિદમાંથી ભાગી જવા માટે મજબૂર કર્યો હતો. જેને પગલે વધુ જાનહાની થતા અટકી ગઇ હતી” હુમલાખોરે જે બંદૂક ફેંકી દીધી હતી તે જ બંદૂકને ઉઠાવી અઝીઝે હુમલાખોરની ગાડી પર ફેંકી હતી, જ્યાં તેની બારીનો કાચ તૂટી ગયો હતો. જોકે હવે તેની પર જ હુમલાના આરોપ મૂકાયા છે.
Leave a Reply