અંતિમ ક્ષણ સુધી પુત્રીને બચાવવા પિતાએ હિંમત દાખવી, પરંતુ આખરે મોત સામે બંને હાર્યા, છતાં મૃત્યુ પામ્યા પહેલા પિતાએ એક પુત્રીને બચાવી, પત્નીને નાની-મોટી ઇજા પહોંચી




21 જુલાઇ, રવિવારે કાર્લટન સ્ટેશન પર થયો હતો અકસ્માત, ન્યુ સાઉથ વેલ્સ પ્રીમિયરે કહ્યું, બહાદુર પિતાએ પોતાની પુત્રીઓને બચાવવા પોતાનો જીવ આપ્યો
Sydney Train Accident : સિડનીના કાર્લટન સ્ટેશન ખાતે રવિવારે બપોરે 12.25 કલાકે ગોઝારી ઘટના બની હતી. જેમાં ભારતીય પરિવારનું કનેક્શન બહાર આવ્યું છે. ઘટનામાં માર્યા જનારા પિતા અને પુત્રી ભારતીય મૂળના હતા. જેઓ હજુ ગત ઓક્ટોબર 2023માં જ ઓસ્ટ્રેલિયા મૂવ થયા હતા. આનંદ સિડનીમાં એક આઇટી ફર્મમાં નોકરી કરતો હતો જ્યારે તેની પત્ની પૂનમ જેમાં પ્લેટફોર્મ પર ફૂલ સ્પીડમાં આવી રહેલી ટ્રેન માત્ર ગણતરીની સેકન્ડ્સ દૂર હશે ત્યારે જ પોતાની 2 વર્ષીય દિકરીઓનું ટ્વિન્સ પ્રામ રેલ ટ્રેક પર રગડીને પડ્યું હતું. અચાનક જ બનેલી ગોઝારી ઘટનાને પગલે પિતાએ પોતાની પુત્રીઓને બચાવવા માટે ટ્રેક પર જંપલાવ્યું હતું, પરંતુ સમગ્ર ઘટનામાં પિતા અને 2 વર્ષીય પુત્રીનું મોત થયું છે અને અન્ય 2 વર્ષીય પુત્રીનો બચાવ થયો છે. જ્યારે પત્નીને નાની મોટી ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટના પર ઓસ્ટ્રેલિયાભરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.


પિતા સિડનીમાં ખાનગી IT કંપનીમાં કરતા હતા નોકરી, ગત ઓક્ટોબરમાં જ હજુ પરિવાર આવ્યો હતો ઓસ્ટ્રેલિયા
ઘટનાના પ્રત્યક્ષદર્શી લોરેન લેંગેલરે સ્થાનિક ઓસ્ટ્રેલિયન મીડિયાને જણાવ્યું કે અન્ય પુત્રી બચી ગઇ છે, તેને પોલીસે ટ્રેન નીચેથી બહાર નીકાળી હતી. જ્યારે યુવતીને સોમવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દુર્ઘટના સામે લેંગલર રસ્તા પર કામ કરી રહી હતી. મદદ માટે માતાની ચીસો સાંભળીને તે પ્લેટફોર્મ પર દોડી ગયા હતા. ‘હું માતાને મદદ કરવા માટે બહાર દોડી ગઈ કારણ કે હું પાટા પર નીચે જોતી વખતે તેણીની ચીસો સાંભળી શકતી હતી. પોલીસે જે પુત્રીને બહાર કાઢી તેને જરાય ઇજા પહોંચી નહતી. સમગ્ર ઘટના ખુબ જ દુઃખદાયક હતી. માતા સતત પોતાના પતિ અને અન્ય દિકરી માટે સતત રડી રહી હતી.
NSW પોલીસ અધિક્ષક પૌલ ડનસ્ટને જણાવ્યું હતું કે સીસીટીવી જોતા એવું લાગી રહ્યું છે કે જ્યારે તે પાટા તરફ વળ્યો ત્યારે માતાપિતાએ ‘ખૂબ જ ટૂંકા ગાળા માટે’ પ્રૅમથી તેમના હાથ દૂર કર્યા હોવાનું જણાય છે. પોલીસ તપાસ કરી રહી હતી કે પ્રૅમ શાના કારણે રગડી હતી અને કહ્યું કે તે ‘પવનની વધુ ગતિ’ને પગલે પણ રગડી હોઇ કે છે.


Leave a Reply