સિંગાપોરના પાસપોર્ટ દ્વારા 195 દેશોમાં વિઝા ઓન એરાઇવલની સુવિધા, ટોપ ટેનમાં યુરોપિયન દેશોએ બાજી મારી
- ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને જાપાન સંયુક્ત બીજા સ્થાને
- ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમ્બર્ગ, નેધરલેન્ડ, સાઉથ કોરિયા અને સ્વીડન સંયુક્ત ત્રીજા સ્થાને
- ન્યૂઝીલેન્ડ ચોથા અને ઓસ્ટ્રેલિયા પાંચમા સ્થાને, ભારતીય પાસપોર્ટ 82મો સૌથી પાવરફુલ પાસપોર્ટ


ન્યૂઝીલેન્ડ પાસપોર્ટથી 190 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, ભારતીય પાસપોર્ટથી 58 દેશોમાં વિઝા ઓન એરાઇવલ
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોર અગાઉના મૂલ્યાંકનમાં ટોચનું સ્થાન ધરાવતા છ દેશોમાંથી દૂર થઈ ગયું છે અને હવે તે એકલા આગળ છે, જેમાં પાસપોર્ટ ધરાવતા નાગરિકો પાસે વિશ્વભરના કુલ 227 વિઝા ફ્રીમાંથી 195 પ્રવાસ સ્થળોની ઍક્સેસ છે.
રેન્કિંગમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને સ્પેન બીજા સ્થાને છે, ત્યારબાદ ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન ત્રીજા સ્થાને છે. બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડની સાથે બ્રિટન ચોથા સ્થાને છે. જ્યાર ઓસ્ટ્રેલિયા પાંચમા અને ભારતીય પાસપોર્ટ આ શક્તિશાળી પાસપોર્ટ લિસ્ટમાં 82મા ક્રમે છે. જ્યાં 58 દેશોમાં વિઝા ઓન એરાઇવલ શક્ય બની શકે છે.
સમગ્ર લિસ્ટ જોવા માટે નીચેની લિંક ક્લિક કરો
https://www.henleyglobal.com/passport-index/ranking
આ લિસ્ટમાં તળિયે અફઘાનિસ્તાનને સ્થાન મળ્યું છે, તેના નાગરિકોને વિઝા વિના 26 દેશોમાં જવાની મંજૂરી છે, જે 19-વર્ષ જૂના ઇન્ડેક્સના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી નીચો સ્કોર છે. સીરિયા અને ઈરાક જ આગળ છે.
છેલ્લા દાયકામાં ચાર્ટમાં સૌથી મોટો વધારો સંયુક્ત આરબ અમીરાતનો છે, જે 62માથી નવમા ક્રમે પહોંચ્યો છે, જ્યારે વેનેઝુએલા 25માથી નીચે 42મા ક્રમે છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ તેના રેન્કિંગ માટે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટાનો (IATA) ઉપયોગ કરે છે, જેમાં 199 પાસપોર્ટ અને 227 પ્રવાસ સ્થળો આવરી લેવામાં આવ્યા છે.
પાસપોર્ટ ઇન્ડેક્સના અન્ય રેન્કિંગમાં સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશો અને છ પ્રદેશોના પાસપોર્ટને જુએ છે. તે આખા વર્ષ દરમિયાન વધુ નિયમિતપણે અપડેટ થાય છે અને હાલમાં યુનાઈટેડ આરબ અમીરાતનો પાસપોર્ટ ઝડપથી સ્ટ્રોંગ બની રહ્યો છે.
Leave a Reply