સાત મહિનાની પ્રેગનન્ટ મહિલા હવે ડરને પગલે ન્યૂઝીલેન્ડ છોડવા પણ તૈયાર
કારની ચાવી સહિત ટીવ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર


કારની ચાવી સહિત ટીવ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર
ન્યૂઝીલેન્ડમાં ઘરફોડીયા હવે એટલા બેખોફ કે એક જ ઘરને ત્રણ વાર ટાર્ગેટ કર્યું
આપણું ગુજરાત ન્યૂઝ.
આમ તો એક જ ડેરી શોપ તથા જ્વેલરી શોપ અથવા તો એમ કહી કે પેટ્રોલ સ્ટેશન પર ત્રણ વાર કે ચાર વાર કે એમ કહીએ કે અનેક વાર ચોરી થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ ઘરને બે દિવસમાં 3 વાર શિકાર બનાવ્યું છે. આ વાત ન્યૂઝીલેન્ડના હેમિલ્ટન શહેરની છે જ્યાં એક ભારતીય પરિવાર તેનો શિકાર બન્યો છે. એક સાત મહિનાની પ્રેગનન્ટ મહિલા પોતાની પાંચ વર્ષની દિકરી અને પતિ સાથે રહે છે. જેને આ કડવો અનુભવ જીવનના સૌથી યાદગાર પળો દરમિયાન થયો.
સ્થાનિક મીડિયાને તેણે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડમાં જ્યારે તેઓ આવ્યા ત્યારે સૌથી સુરક્ષિત દેશ હતો અને હવે જાણે ક્રાઇમ હબ બની ગયું છે. કારણ કે હવે તમે પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. અમે વિચાર કરી રહ્યા છીએ કે આ દેશ છોડી દેવો જોઇએ. કારણ કે અમારે એક વાર નહીં પણ બે દિવસમાં ત્રણ વાર ડરના માહોલમાંથી પસાર થવું પડ્યું. “હું વિચારતી હતી કે જો હું વધારે ગભરાઈશ, તો મારા પેટમાં બાળકને કંઈપણ થઈ શકે છે, પરંતુ હું ગભરાઇ ન હતી કારણ કે મારી સાથે મારી પુત્રી પણ હતી.
ઘરફોડ ચોરી કરનારાઓએ અંદાજે $10,000ની કિંમતની ઘરવખરીની ચીજવસ્તુઓની ચોરી કરી હતી – જેમાં એકદમ નવા 65’ ટેલિવિઝન, ઘડિયાળો, જ્વેલરી, ટૂલકિટ અને 14 જોડી શૂઝનો સમાવેશ થાય છે. મહિલાનો પતિ, પુત્રી અને ભાઈ તેની સાથે સેન્ટ્રલ હેમિલ્ટન લોકેશન પર રહેતા હતા.
પ્રથમ ઘરફોડ ચોરી 16 જુલાઈના વહેલી સવારે થઈ હતી, જ્યારે માતાને પેટમાં તીવ્ર દુખાવાને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યારે તેનો પતિ પુત્રીની સંભાળ રાખતો હતો. જો કે, જ્યારે તે સવારે 1.30 વાગ્યે પાછી આવી ત્યારે તેણે જોયું કે તેનું ટેલિવિઝન ગાયબ હતું અને પાછળનો દરવાજો ખુલ્લો હતો.
તેણીને પાછળથી ખબર પડી કે તેનું એમ્પ્લીફાયર, સ્પીકર, ક્રેડિટ કાર્ડ, પતિની કારની ચાવીઓ અને નાસ્તો પણ ખતમ થઈ ગયા છે, જ્યારે પતિ અને પુત્રી બેડરૂમમાં સૂતા હતા ત્યારે ચોરી કરી હતી. આગલી રાત્રે, 16 જુલાઈ, તેઓ કારની ચોરી માટે પાછા આવ્યા હતા, જે પડોશીના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જ્યારે બદમાશો કારની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, ત્યારે તેઓ ઘરની અંદરથી ત્રણ જોડી શૂઝ ચોરી કરવામાં સફળ રહ્યા હતા. 17 જુલાઈની સવારે, મહિલા – તેની પુત્રી સાથે બેડરૂમમાં સૂઈ રહી હતી, તેણે હૉલવેમાંથી ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. જે તેમનો ત્રીજો પ્રયાસ હતો.
દરવાજાના ગેપમાંથી, તેણીએ તેના ઘરમાં વાદળી શર્ટ અને ચડ્ડી પહેરેલા કોઈને ઊભેલા જોયા હતા. તે કિશોર વયના જઇ રહ્યો હતો. વાઇકાટો પોલીસે સેન્ટ્રલ હેમિલ્ટન નિવાસસ્થાન ખાતે ફોરેન્સિક પરીક્ષાઓ હાથ ધરી હતી.
આ તરફ પોલીસ હજુ પણ સબ સલામતના દાવાઓ કરી રહી છે અને ઘટેલા આંકડાના જ બણગા ફૂંકી રહી છે. તેઓના મતે ઘરગથ્થુ ફર્નિચરને ટાર્ગેટ કરતી કેટલીક ઘરફોડ ચોરીઓ હતી. પોલીસના મતે 30 એપ્રિલ, 2024ના રોજ પૂરા થતા વર્ષમાં, વાઇકાટોમાં 6977 ઘરફોડ ચોરી, બ્રેક એન્ડ એન્ટ્રીના કેસ નોંધાયા હતા, જે અગાઉ 2023માં 8378 હતા. હેમિલ્ટનમાં, સમાન સમયગાળા દરમિયાન નોંધાયેલા કેસોની સંખ્યા 4360 થી ઘટીને 3531 થઈ ગઈ છે.
Leave a Reply