ન્યૂઝીલેન્ડ આવનાર ભારતના બીજા રાષ્ટ્રપતિ, અગાઉ પ્રણવ મુખરજી 2016માં આવ્યા હતા ન્યૂઝીલેન્ડ, ફિજીથી સીધા જ ન્યૂઝીલેન્ડ આવશે રાષ્ટ્રપતિ મુર્મુ, 7-9 ઓગસ્ટ દરમિયાન વેલિંગ્ટન અને ઓકલેન્ડના કાર્યક્રમોમાં હાજરી આપશે
કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ભારતના રાષ્ટ્રપતિ દ્રપદી મુર્મુ ન્યુઝીલેન્ડના ગવર્નર જનરલ ડેમ સિન્ડી કીરોના આમંત્રણ પર 07-09 ઓગસ્ટ 2024ના રોજ ન્યુઝીલેન્ડની મુલાકાત લેશે. વર્ષના અંતે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનો ભારતનો પ્રવાસે જાય તેવી સંભાવના છે ત્યાં હવે દ્વીપક્ષીય સંબંધોમાં વધુ મજબૂતી પ્રદાન કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ન્યૂઝીલેન્ડના ત્રણ દિવસીય પ્રવાસે આવનારા છે. વર્ષ 2016માં સ્વર્ગસ્થ પ્રણવ મુખરજી બાદ ન્યૂઝીલેન્ડની મુલાકાત લેનારા તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ છે.
ફિજી અને તિમોર લેસ્ટેના પ્રવાસે પણ જશે રાષ્ટ્રપતિ મુર્મુ
રાષ્ટ્રપતિ મુર્મુ 05-06 ઓગસ્ટ 2024ના રોજ ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલીયમ માઈવાલી કાટોનીવરના આમંત્રણ પર ફિજીની મુલાકાત લેશે. ભારતના કોઈ રાષ્ટ્રપ્રમુખની ફિજીની આ પ્રથમ મુલાકાત હશે. રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટાના આમંત્રણ પર 10 ઓગસ્ટ 2024ના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર-લેસ્ટેની મુલાકાત પણ લેશે.
રાષ્ટ્રપતિ મુર્મુ 7મી ઓગસ્ટની સાંજે ફિજીથી ઓકલેન્ડ પહોંચશે. બીજા દિવસે તે વેલિંગ્ટન જશે જ્યાં ગવર્નર જનરલ અને વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન તેમની યજમાની કરશે. મુર્મુ આ પ્રવાસ દરમિયાન વેલિંગ્ટન અને ઓકલેન્ડમાં શ્રેણીબદ્ધ કોમ્યુનિટી પ્રોગ્રામમાં હાજરી આપશે જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ આપશે. તે જ દિવસે ઓકલેન્ડ પરત જશે અને પરત ફરતા પહેલા 9મી ઓગસ્ટના રોજ સમુદાયના સ્વાગત સમારોહમાં હાજરી આપશે.
લક્સન ગયા વર્ષે વડા પ્રધાન બન્યા ત્યારથી જ ભારત સાથેના સંબંધોને મજબૂતી પ્રદાન કરવાની તરફેણ કરી રહ્યું છે અને હવે મુર્મુની મુલાકાત બાદ તેમાં વધુ સકારાત્મકતા આવે તેવી શક્યતા છે.
Leave a Reply