DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ભારતીય બેંકોની ટેક સર્વિસ પર સાયબર એટેક, ન્યૂઝીલેન્ડમાં પણ અસર

Indian Bank, Cyber Attack, New Zealand, Microsoft, Crowdstrike, UPI Payment System,

300 પેમેન્ટ સિસ્ટમ અસ્થાયી રૂપે બંધ, હુમલો સીધો બેંકો પર નહીં, પરંતુ તેમને ટેક સેવાઓ પ્રદાન કરતી કંપની પર થયો, ન્યૂઝીલેન્ડ સહિત ઘણાં દેશોમાં માઈક્રોસોફ્ટ માટે તેની ક્રાઉડસ્ટ્રાઈક પણ આવ્યા ઝપટમાં

અનેક સ્થાનો પર આઉટલુક-ઇમેઇલ સર્વિસ બંધ થઇ, ન્યૂઝીલેન્ડ પોલીસેે પણ પુષ્ટિ કરી

ભારતીય બેંકો પર મોટો સાયબર હુમલો થયો છે. લગભગ 300 નાની બેંકોને દેશના મોટા પેમેન્ટ નેટવર્કથી અલગ કરવામાં આવી છે. આ એટલા માટે છે કે હુમલા પછી કોઈપણ મોટા ખતરાને રોકી શકાય. આ બેંકોને ટેક્નોલોજી સેવાઓ આપતી કંપની પર આ સાયબર હુમલો થયો છે. જેના કારણે આ બેંકોની પેમેન્ટ સિસ્ટમ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. આ મામલા સાથે સીધી રીતે જોડાયેલા બે સૂત્રો દ્વારા રોઇટર્સને આ માહિતી આપવામાં આવી હતી.

ઘણાં દેશોમાં માઈક્રોસોફ્ટ માટે તેની ક્રાઉડસ્ટ્રાઈક પણ આવ્યા ઝપટમાં
માઈક્રોસોફ્ટ માટે તેની ક્રાઉડસ્ટ્રાઈક પણ ફરીથી એકવાર ઝપટમાં આવ્યા છે. ફર્મનું કહેવું છે કે બુધવારે સાયબર હુમલાએ તેની ઘણી Azure ક્લાઉડ અને 365 સેવાઓ – Outlook અને Teams સહિત – ઓફલાઈન થઇ હતી અને તેને માઠી અસર પહોંચી હતી.

ન્યુઝીલેન્ડના ઘણા કસ્ટમરો આજે સવારે આઉટલુક અને ટીમ સાથે સમસ્યાઓ અનુભવી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ પોલીસે પણ તેની પુષ્ટિ કરી હતી. તે હુમલાને પગલે અસર થઇ છે કે કેમ તે તરત જ સ્પષ્ટ થયું નથી. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે સમસ્યા મુખ્યત્વે સ્પાર્ક સાથે જોડાયેલા ગ્રાહકોને વધુ અસર કરી હતી.

ડાઉન ડિટેક્ટર પાસે લગભગ સવારે 8.30 વાગ્યે ન્યુઝીલેન્ડની આસપાસ માઇક્રોસોફ્ટ આઉટેજના 3200 અહેવાલો હતા. સવારે 9.45 વાગ્યાની આસપાસ, બહુવિધ સંસ્થાઓના ગ્રાહકોએ કહ્યું કે સેવાઓ ફરીથી ઓનલાઈન આવી રહી છે.

ભારતમાં સાયબર હુમલો ‘C-Edge Technologies’ નામની કંપની પર થયો
આ સાયબર હુમલો ‘C-Edge Technologies’ નામની કંપની પર થયો છે. કંપની દેશભરની નાની બેંકોને બેંકિંગ ટેકનોલોજી સિસ્ટમ પૂરી પાડે છે. રોઇટર્સે ઈમેલ દ્વારા સી-એજ ટેક્નોલોજીસ પાસેથી ટિપ્પણી માંગી હતી, પરંતુ કંપનીએ જવાબ આપ્યો ન હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પણ રોઈટર્સના ઈમેલનો જવાબ આપ્યો ન હતો.

NPCIએ આ જાણકારી આપી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એવી સંસ્થા છે જે પેમેન્ટ સિસ્ટમ્સ પર દેખરેખ રાખે છે. NPCI એ બુધવારે મોડી રાત્રે જાહેર નોટિસ જારી કરીને કહ્યું કે તેણે NPCI દ્વારા સંચાલિત રિટેલ પેમેન્ટ સિસ્ટમને ઍક્સેસ કરવાથી અસ્થાયી રૂપે ‘C-Edge Technologies’ ને બાકાત રાખ્યા છે. “સી-એજ દ્વારા સેવા અપાતી બેંકોના ગ્રાહકો અલગતાના આ સમયગાળા દરમિયાન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે નહીં,” NPCIએ જણાવ્યું હતું.

પેયમેન્ટ નેટવર્ક અલગ થયું
રેગ્યુલેટર ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના વ્યાપક પેમેન્ટ નેટવર્કમાંથી લગભગ 300 નાની બેંકો કાપી નાખવામાં આવી છે. સાયબર હુમલાની અસર વધુ ન ફેલાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. ‘આમાંની મોટાભાગની નાની બેંકો છે અને દેશની પેમેન્ટ સિસ્ટમ વોલ્યુમના માત્ર 0.5% પર અસર થશે’, એમ એક સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતમાં લગભગ 1,500 સહકારી અને પ્રાદેશિક બેંકો છે, જે મોટાભાગે મોટા શહેરોની બહાર કાર્યરત છે. સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે આમાંની કેટલીક બેંકોને અસર થઈ છે. બીજા સ્ત્રોતે જણાવ્યું હતું કે હુમલો વધુ ન ફેલાય તેની ખાતરી કરવા માટે NPCI ઓડિટ કરી રહી છે.

બેંકિંગ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે RBI અને ભારતીય સાયબર સત્તાવાળાઓએ ભારતીય બેંકોને છેલ્લા કેટલાક અઠવાડિયામાં સંભવિત સાયબર હુમલાઓ વિશે ચેતવણી આપી હતી.