ઓકલેન્ડ ખાતે 3 અને 4 ઓગસ્ટે ટ્રસ્ટ અરેના ખાતે યોજાશે દિવ્ય દરબાર, 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું




કેતન જોષી.આપણું ગુજરાત ન્યૂઝ.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું શુક્રવારે રાત્રે ઓકલેન્ડ એરપોર્ટ ખાતે આગમન થયું છે.. આજે રાત્રે 10-30 કલાકે બાબા બાગેશ્વરદામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવી પહોંચશે. હાલ તેઓ સીધા જ ફીજીથી ઓકેલન્ડ પધાર્યા છે અને ત્રીજી ઓગસ્ટ અને ચોથી ઓગસ્ટના રોજ તેઓ ટ્રસ્ટ અરેના ખાતે કથામાં ભાગ લેશે. આ પહેલા તેઓ ઓસ્ટ્રેલિયા પણ ગયા હતા. જ્યાં વિવિધ શહેરોમાં કથાનું આયોજન કરાયું હતું.
બાબા બાગેશ્વર ધામ સરકારના ન્યૂઝીલેન્ડ આગમનની રાહ જોતા ભક્તોમાં ભારે ઉત્સાહ હતો. મોટી સંખ્યામાં ભક્તો જય શ્રી રામના નારા લગાવીને બાબાનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડની પરંપરા અનુસાર હાકા કરીને બાબાના વધામણા કર્યા હતા. ભક્તોના નારાઓને પગલે ઓકલેન્ડ એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફિજી અને અને ભારતીયોનો મેળાવડો જામ્યો હતો.
શાસ્ત્રીજીની બે દિવસીય કથા માટે 10 હજારથી વધુ ભક્તોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને હાલ સત્તાવાર વેબસાઇટમાં રજીસ્ટ્રેશન બંધ કરવાની ફરજ પડી છે. બાબાના ભક્તોમાં ન માત્ર ઓકલેન્ડ પરંતુ સમગ્ર ન્યૂઝીલેન્ડમાંથી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાગેશ્વર ધામ સરકારની લોકપ્રિયતા તાજેતરના વર્ષોમાં તેમના અનુયાયીઓને દૈવી શક્તિઓની મદદથી આધ્યાત્મિક ઉકેલો પ્રદાન કરવા માટે આસમાને પહોંચી છે. હાલ આ પ્રવાસ દ્વારા જે પણ ડોનેશન એકઠું કરવામાં આવી રહ્યું છે તેનો ઉપયોગ ભારતમાં કેન્સરની બીમારી સામે જનજાગૃતિ તથા હોસ્પિટલના નિર્માણ પાછળ કરવામાં આવશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ શાળા સ્તરથી આગળ કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી પરંતુ હિંદુ શાસ્ત્રો પર તેમનું પ્રવચન હંમેશા ચર્ચાનો વિષય બન્યું છે. એવું માનવામાં આવે છે કે તેમણે તેમની સાધના (તપસ્યા) દ્વારા આ દૈવી શક્તિઓ પ્રાપ્ત કરી છે. આજે તેમના અનુયાયીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે, અને તેઓ તેમના અનુયાયીઓને તેમની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વભરમાં ફરી રહ્યા છે.
સંઘર્ષ અને ગરીબીમાં પસાર થયું બાબાજીનું બાળપણ
4 જુલાઈ 1996ના રોજ છતરપુર જિલ્લાના ગડા ગામમાં માતા સરોજ ગર્ગ અને પિતા રામ કૃપાલ ગર્ગને ત્યાં જન્મેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાળપણ અનેક સંઘર્ષોથી ભરેલું રહ્યું કારણ કે તેમનો પરિવાર આજીવિકા માટે સંઘર્ષ કરતો હતો. મોટા થતાં તેમણે સખત ગરીબી જોઈ અને બાળપણમાં તેઓ ભિક્ષા માંગવા અને વાર્તાઓ સંભળાવતા આસપાસના ગામડાઓમાં ફરતા હતા. આજે 28 વર્ષની ઉંમરે તે એક આત્મવિશ્વાસુ યુવાન છે જે હિંદુ શાસ્ત્રોથી સારી રીતે વાકેફ છે અને પ્રભાવશાળી શક્તિઓથી સજ્જ છે. તેમણે વિશ્વભરમાં લાખો લોકોમાં હિન્દુ રાષ્ટ્ર માટે અનેક પ્રયત્નો કર્યા છે.
Leave a Reply