હાઇકમિશન ખાતે ભારતના ન્યૂઝીલેન્ડ ખાતેના હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો, દેશ ભક્તિના ગીતો સાથે ભવ્ય ઉજવણી કરાઇ
















આપણું ગુજરાત ન્યૂઝ.
78મા ભારતીય સ્વતંત્રતા દિવસની ભારત અને ન્યૂઝીલેન્ડ સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વેલિંગ્ટન ખાતેના ભારતીય હાઇકમિશન ખાતે પણ સ્વંત્રતા દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતીય હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ વેલિંગ્ટન ખાતે કરવામાં આવ્યા હતા.
પોતાના સંબોધનમાં હાઇકમિશનર નીતા ભૂષણે જણાવ્યું હતું કે તિરંગાનું મહત્વ જ એટલું બધું છે કે આપણે દેશમાં હોઇએ કે અન્ય કોઇપણ દેશમાં, સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે મળીને કરતા હોઇએ છીએ. આપણે એ દેશની પરંપરાનો ભાગ છીએ કે જ્યાં સ્વતંત્રતા સેનાનીઓના સપના અને ભાવિ પેઢીની આકાંક્ષાઓને એક સાથે જોડીને રાખે છે. સ્વતંત્રતા સંગ્રામના વીર યોદ્ધા જેવા કે ભગતસિંહ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદના બલિદાનને પણ તેમણે યાદ કર્યું હતું. આ ઉપરાંત સરદાર વલ્લભભાઇ પટેલ તથા બાબા સાહેબ આંબેડકરના યોગદાનને સીમાચિન્હરૂપ ગણાવ્યું હતું.
ભારત આજે આર્થિક સહિત એગ્રિકલ્ચર તથા ઉત્પાદન ક્ષેત્રે વિશ્વભરમાં અમુલ્ય યોગદાન આપ્યું છે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ભારત સરકારની યોજનાઓનો લાભ દરેક દેશવાસીને મળી રહ્યો છે. જેનાથી ઘણાં ક્ષેત્રોમાં યુવા પેઢીને ફાયદો પહોંચી રહ્યો છે. આ ઉપરાંત રોકાણકારો પણ જે રીતે ભારત તરફ આકર્ષાઇ રહ્યા છે તેને લઇને પણ ખુશી વ્યક્ત કરી હતી.
Leave a Reply