વિરોધ પ્રદર્શનમાં બાંગ્લાદેશી નાગરિકોની માંગણી, ન્યૂઝિલેન્ડ સરકાર હિન્દુઓના હકમાં વૈશ્વિક સ્તરે અવાજ ઉઠાવે, મોટી માત્રામાં બાંગ્લાદેશી હિન્દુઓ તથા ભારતીય હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો










આપણું ગુજરાત ન્યૂઝ.
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ફાટી નીકળેલી હિંસાને પગલે હિન્દુઓની બે રહેમી પૂર્વક હત્યા કરવામાં આવી રહી છે જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આવેલા અટોયા સ્ક્વેર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની જે પ્રકારની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
તેઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ન્યૂઝીલેન્ડ સરકાર આગામી દિવસોમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને બાંગ્લાદેશમાં જે લોકો અત્યારે હાલ હાલાકી ભોગવી રહ્યા છે તેમને ભવિષ્યમાં પોતાના દેશમાં સ્થાન આપે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે હિન્દુ નાગરિકોના હકમાં અવાજ ઉઠાવે તેવી માંગણી ન્યુઝીલેન્ડ સરકાર સમક્ષ કરી હતી.
વિરોધ પ્રદર્શનમાં બાંગ્લાદેશના હિન્દુ નાગરિકો જોડાયા હતા તેઓએ એક સુરે અવાજ ઉઠાવ્યો હતો કે હાલની સ્થિતિ ઘણી કપરી છે અને તેમના સ્વજનોના શું હાલ થશે તેને લઈને સતત ચિંતા સતાવી રહી છે. તેમણે અવાજ ઉઠાવ્યો હતો કે આ સ્થિતિ નવી સરકારની હાલની રચના બાદ પણ બદલાય નથી અને હિન્દુ મંદિરો ઉપર સતત હુમલા થઈ રહ્યા છે તેવી વાત તેઓએ પોતાના વિરોધ પ્રદર્શન દરમિયાન ઉચ્ચારી હતી.
ઘણા નાગરિકો ઘણા લાંબા સમયથી ન્યૂઝીલેન્ડમાં રહેતા હતા જ્યારે કેટલાક થોડા દિવસો પહેલા જ ન્યૂઝીલેન્ડ આવ્યા હતા. જોકે હવે તેઓની ચિંતા સતાવી રહી છે કે વિઝા પૂર્ણ થયા બાદ પોતાના દેશમાં કેવી રીતે પગ મુકશે જ્યાં હાલ એક પણ હિન્દુ સલામત નથી.
એક બાંગ્લાદેશી હિન્દુ નાગરિકે જણાવ્યું હતું કે આ સ્થિતિ ભલે આજે વિશ્વ સમક્ષ આવી હોય પરંતુ દાયકાઓથી આ સ્થિતિ ત્યાંનો હિન્દુ નાગરિક સહન કરી રહ્યો છે નોંધનીય છે કે જ્યારે 1971માં બાંગ્લાદેશનું અસ્તિત્વ થયું હતું ત્યારે ત્યાં 35% થી વધારે હિન્દુ નાગરિકો હતા જે હવે માત્ર આઠ ટકા પર આવીને ઊભા રહ્યા છે.
યુનાઈટેડ નેશન્સના રિપોર્ટમાં સ્વિકાર, હિન્દુઓ પર થયો છે અત્યાચાર
શેખ હસીનાએ દેશ છોડ્યો તે પહેલા અને પછી બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં લગભગ 650 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુએનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં હત્યા, મનસ્વી ધરપકડ અને અટકાયતની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. યુએનના રિપોર્ટ અનુસાર 16 જુલાઈથી 4 ઓગસ્ટની વચ્ચે લગભગ 400 લોકોના મોત થયા છે. 5 થી 6 ઓગસ્ટ વચ્ચે થયેલી હિંસામાં લગભગ 250 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કારણે પૂર્વ પીએમ શેખ હસીનાએ પોતાનું પદ છોડવું પડ્યું હતું.
Leave a Reply