હેમિલ્ટન સ્થિત મિલ્કિયો ફૂડ્સને પેકેજિંગ પરના ખોટા દાવાઓ બદલ મોટો દંડ ફટકારાયો, ફનમાર્ક લોગોનો પણ દુરુઉપયોગ કરવાનો પણ આરોપ
આપણું ગુજરાત ન્યૂઝ.
હેમિલ્ટન સ્થિત મિલ્કિયો ફુડ્સને મોટા દંડાનો સામનો કરવાનો વારો આવ્યો છે. પોતાના પેકેજિંગ પર 100% ન્યૂઝીલેન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ બાદ હવે કોમર્સ કમિશને 420000 ડોલરનો દંડ મિલ્કિયો ફૂડ્સને કર્યો છે. મિલ્કિયો ફૂડ્સ લિમિટેડ પાસે તેના ઘી ઉત્પાદનો પર ‘100 ટકા શુદ્ધ ન્યુઝીલેન્ડ’ અને ‘ન્યુઝીલેન્ડમાં સ્વચ્છ લીલા ગોચર આધારિત ડેરી ફાર્મ્સ’ જેવા દાવાઓ કરાયા હતા પરંતુ તેમાં ભારતથી આયાત કરેલા માખણનો ઉપયોગ કરવામાં આવતો હતો.
કોમર્સ કમિશને નોંધ્યું હતું કે કંપનીએ ફર્નમાર્ક લોગોનો ઉપયોગ કરવાની મંજૂરી જાળવી રાખવા માટે ખોટી અને અધૂરી માહિતીનો પણ ઉપયોગ કર્યો હતો અને ન્યુઝીલેન્ડમાં બનાવેલા ઉત્પાદનોને ઓળખવા માટે એક વિશ્વસનીય પ્રતીક ફર્નમાર્ક લોગો છે અને તેનો ખોટો ઉપયોગ આ કેસમાં કરવામાં આવ્યો છે. વાણિજ્ય કમિશનને પ્રાથમિક ઉદ્યોગ મંત્રાલય દ્વારા કેસનો સંદર્ભ આપવામાં આવ્યો હતો અને મિલ્કિયો પર ફેર ટ્રેડિંગ એક્ટના 15 ભંગનો આરોપ મૂક્યો હતો.
કંપનીએ આરોપો સ્વીકારી લીધા
સજા સંભળાવતી વખતે ન્યાયાધીશ થોમસ ઇન્ગ્રામે ન્યૂઝીલેન્ડના ડેરી ઉદ્યોગને ખોટી રજૂઆતોથી થતા નોંધપાત્ર નુકસાન પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે નુકસાન “માત્ર ગ્રાહકોને જ નહીં, પરંતુ અન્ય ઉત્પાદકોને પણ છે જેઓ ડેરીના વેચાણના સંબંધમાં બ્રાન્ડ ન્યૂઝીલેન્ડ પર આધાર રાખે છે”.
જજ ઇન્ગ્રામે મિલ્કિયોની બ્રાન્ડ પોઝિશનિંગ વ્યૂહરચનાની ટોચ પર ચેરી તરીકે ફર્નમાર્કના ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો, જેનો હેતુ ગ્રાહકને ગુણવત્તાની ખાતરીનો વધારાનો અને અવિશ્વસનીય સ્તર પૂરો પાડવાનો હતો.
Leave a Reply