DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ભારત વિરોધી પોસ્ટ લાઇક કરવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થીને દેશ નિકાલનો આદેશ

Bangladesh Students departed, Assam, NIT Silchar, Anti India Social media post,

વિદ્યાર્થિની વિરુદ્ધ અનેક સ્થાનો પર પોલીસ ફરિયાદ, પોલીસે પણ તપાસ શરૂ કરી, આસામ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આ મામલો ઉઠાવ્યો

બાંગ્લાદેશી વિદ્યાર્થીને ભારત વિરોધી પોસ્ટ પસંદ કરવા બદલ ભારે પરિણામોનો સામનો કરવો પડ્યો છે. લોકોએ ઘણી જગ્યાએ વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદો પણ કરી છે. બીજી તરફ NITનું કહેવું છે કે યુવતીએ રજા માટે અરજી કરી હતી અને તેણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે હાલ તો વિદ્યાર્થિની વિરુદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

બાંગ્લાદેશી વિદ્યાર્થીએ 2021માં NITમાં એડમિશન લીધું હતું. આરોપ છે કે વિદ્યાર્થીનીએ ફેસબુક પર ભૂતપૂર્વ વિદ્યાર્થીની ભારત વિરોધી પોસ્ટને લાઈક કરી હતી. પોસ્ટ શેર કરનાર વિદ્યાર્થી પણ બાંગ્લાદેશી છે. ઘણા લોકોએ વિદ્યાર્થીની હરકતનો વિરોધ કર્યો હતો.આસામ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આ મામલો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીએ આરોપી વિદ્યાર્થીની ઈન્ટરનેટ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

NIT સિલ્ચરમાં 70 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીને સોમવારે સવારે 11 વાગ્યે કરીમગંજમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદેથી પરત મોકલવામાં આવ્યો હતો. NIT સિલચરમાં લગભગ 70 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.