જાણે અજાણે ડિસેબલ્ડમાં પાર્કિંગ કરતાં લોકો હવે ચેતી જજો, 20 વર્ષે દંડમાં વધારો કરાયો, પેનલ્ટી $150થી વધારાઇને $750 કરાઇ


આપણું ગુજરાત ન્યૂઝ.
ઓકલેન્ડમાં ઘણાં સ્થાનો પર પાર્કિંગની સમસ્યા છે જ તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ ઘણાં લોકો તેમાંથી મુક્તિ મેળવવા માટે જાણે અજાણે પોતાનું વાહન ડિસેબલ્ડમાં પાર્ક કરતાં હોય છે. જોકે હવે આમ કરનારા લોકોએ ચેતી જવાની જરૂરિયાત છે કારણ કે 1 ઓક્ટોબરથી તેમાં અનેક ગણો વધારો કરાયો છે. સરકાર દ્વારા આ વધારો 20 વર્ષ બાદ કરવમાં આવ્યો છે. કારણ કે અગાઉ 2004માં તેમાં વધારો કરાયો હતો. અત્યાર સુધીમાં $150 પેનલ્ટી લગાવવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં વધારો કરીને 1 ઓક્ટોબરથી $750 ફાઇન લગાવવામાં આવશે.
સરકાર તમામ પાર્કિંગ ઉલ્લંઘનો માટે ઇન્ફ્લેશન-વ્યવસ્થિત વધારો પણ લાગુ કરી રહી છે – સમગ્ર બોર્ડમાં આશરે 70 ટકા ફી વધારલામાં આવશે. આ વધારો એ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે કે ટોવેજ ફી ટો-ટ્રક ઓપરેટરોને કોઇ નુકસાની ભોગવવાનો વારો ન આવે.
પાર્કિંગ ઉલ્લંઘન ફી બે દાયકામાં અપડેટ કરવામાં આવી નથી, જેના કારણે જાહેર પાર્કિંગનું સંચાલન કરવામાં કાઉન્સિલની ભૂમિકા વધુને વધુ મુશ્કેલ બની રહી છે. ઉદાહરણ તરીકે, ઓકલેન્ડમાં કેટલાક સ્થાનો પર પાર્કિંગની ટિકિટ ચૂકવવી કેટલીકવાર પાર્કિંગ માટે ચૂકવણી કરતાં સસ્તી હોય છે.
Leave a Reply