ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા વિવિધ વિઝા ફીમાં વધારો કર્યા બાદ નેશનલ સરકાર દ્વારા વધુ એક ‘ટેક્સ બોમ્બ’માં 3 ગણો વધારો, ઇન્ટરનેશનલ વિઝિટિર કન્ઝર્વેશન એન્ડ ટુરિઝમ ટેક્સ $35થી વધારીને $100 કરાયો


ન્યૂઝીલેન્ડની નેશનલ પાર્ટીની ગઠબંધન સરકાર દ્વારા વધુ એક બોઝો ઇન્ટરનેશનલ નાગરિકો પર નાખવામાં આવ્યો છે. જોકે લેબર પાર્ટી દ્વારા જે ટેક્સ આંતરરાષ્ટ્રીય નાગરિકો પર નાખવામાં આવ્યો હતો ત્યારે નેશનલ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ હવે નેશનલ પાર્ટીએ તેમાં 3 ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ટરનેશનલ વિઝિટિર કન્ઝર્વેશન એન્ડ ટુરિઝમ ટેક્સ $35થી વધારીને $100 કરાયો છે.
પર્યટન પ્રધાન મેટ ડૂસીએ મંગળવારે કહ્યું કે પ્રવાસીઓએ “ન્યુઝીલેન્ડમાં વધુ યોગદાન આપવું જોઈએ”. ટુરિઝમ ઈન્ડસ્ટ્રી એઓટેરોઆ (TIA) એ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ $100નો ટેક્સ “નોંધપાત્ર અવરોધ” સર્જશે. જોકે ડુસીએ જણાવ્યું હતું કે વધેલી ફી ઘણા લોકોને ન્યુઝીલેન્ડ આવતા અટકાવે તેવી શક્યતા નથી. તેમણે નિર્દેશ કર્યો કે $100 સામાન્ય રીતે અહીં આવતા પ્રવાસીઓના કુલ ખર્ચના 3 ટકા કરતા પણ ઓછો ભાગ છે. “નવું IVL ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશો સાથે સ્પર્ધાત્મક રહે છે અને અમને વિશ્વાસ છે કે ન્યુઝીલેન્ડને વિશ્વભરના ઘણા લોકો આકર્ષક મુલાકાતી સ્થળ તરીકે જોવાનું ચાલુ રાખશે.”
ઑસ્ટ્રેલિયાએ AU$70 (NZ$76) નો એરાઇવલ ટેક્સ વસૂલ્યો હતો, જ્યારે યુનાઇટેડ કિંગડમ મુસાફરીના અંતરના આધારે એર પેસેન્જર ડ્યુટીના વિવિધ દરો વસૂલે છે. પરંતુ TIA એ મંગળવારની જાહેરાતની અપેક્ષાએ ગયા અઠવાડિયે પોતાનું નિવેદન બહાર પાડ્યું હતું. ચીફ એક્ઝિક્યુટિવ રેબેકા ઇન્ગ્રામે જણાવ્યું હતું કે તેમનું વિશ્લેષણ સૂચવે છે કે $100 IVL દર વર્ષે 48,000 જેટલા મુલાકાતીઓને અસર પહોંચાડી શકે છે, જેમાં $273m સુધીનો ખર્ચ થાય છે.
તેણીએ તાજેતરના કેટલાક ઇમિગ્રેશન વિઝા અને વસૂલાત શુલ્કમાં તાજેતરના 62 ટકાના વધારા તરફ પણ ધ્યાન દોર્યું હતું તો બીજીતરફ પ્રવાસન ન્યુઝીલેન્ડના બજેટમાં કાપ મૂક્યો છે તેમ પણ નોંધ્યું હતું.
Leave a Reply