DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

Auckland: ગ્રે લીનના વેસ્ટર્ન સ્પ્રિંગ પાર્કમાં શૂટઆઉટ, 1નું મોત

સાંજે 6.50 કલાકે પોલીસને ગોળીબાર થયો હોવાનો કોલ આવ્યો, હાલ મોટી માત્રામાં હથિયારબંધ પોલીસ તહેનાત, એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે મોજુદ

બંદૂકથી ગોળીબાર અને કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ પછી સશસ્ત્ર પોલીસે આજે સાંજે ઓકલેન્ડના ગ્રે લિનમાં એક માર્ગને કોર્ડન કરી લીધો છે. ગુરુવારે સાંજે ગ્રે લિનનામાં ગોળીબારની ઘટના સામે આવી હોવાના અહેવાલને પગલે પોલીસ બોલાવવી પડી હતી. અહેવાલ અનુસાર એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે જયારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વેસ્ટર્ન સ્પ્રિંગ્સ પાર્ક પાસેના તુરાંગી રોડ પરના એક સરનામે સાંજે લગભગ 6.50 વાગ્યે પોલીસને બોલાવવામાં આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે ઈમરજન્સી સેવાઓ કામ કરતી વખતે વિસ્તારને કોર્ડન કરાયો છે.

પોલીસ કથિત રીતે રહેવાસીઓને દૂર કરી રહી છે અને કેટલો સમય કોર્ડન રહેશે તેની સમયમર્યાદા આપી શકતી નથી. જોકે ઘટનાને પગલે ભારે ટ્રાફિક સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યો છે.