ફ્રૂટ શૉપથી સર્વોચ્ચ હોલ ઓફ ફેમ એવોર્ડ સુધીની આપણું ગુજરાત પર સફર, ભારતીય મૂળના કોઇ વ્યક્તિનો ન્યૂઝીલેન્ડ બિઝનેસ હોલ ઓફ ફેમમાં પહેલીવાર સમાવેશ








કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ન્યૂઝીલેન્ડમાં વસતા આજે દરેક ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે કે ગુજરાતી મૂળના રંજના પટેલને ન્યૂઝીલેન્ડ બિઝનેસ હોલ ઓફ ફેમ (NZBHOF)નો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરાયો છે. એક બિઝનેસ વુમન તરીકે એવોર્ડ મેળવનાર રંજના પટેલ ભારતીય મૂળના પહેલા ન્યૂઝીલેન્ડર છે. નોંધનીય છે કે તેમની બિઝનેસવુમન તરીકેની સફર પરિવારની ફ્રૂટ શોપથી થઇ હતી અને આજે તે ન્યૂઝીલેન્ડ બિઝનેસ હોલ ઓફ ફેમ સુધી પહોંચી છે.
ન્યુઝીલેન્ડ બિઝનેસ હોલ ઓફ ફેમ એ ઓટેરોઆના પ્રીમિયર બિઝનેસ એવોર્ડ્સમાંથી એક છે. દર વર્ષે, એઓટેરોઆ ન્યુઝીલેન્ડના આર્થિક અને સામાજિક વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાનની ઉજવણી કરવા માટે 6 થી 8 વ્યક્તિઓને બિઝનેસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવે છે.
આપણું ગુજરાત પર જુઓ વીડિયો સ્વરૂપે તેમના જીવનની અવનવી વાતો
પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિક અને કોમ્યુનિટી સર્વિસ ક્ષેત્રે એક મોટું નામ
રંજના પટેલ, એક પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિક અને કોમ્યુનિટી સર્વિસ ક્ષેત્રે એક મોટું નામ છે. ન્યુઝીલેન્ડના સૌથી મોટા ખાનગી પ્રાથમિક આરોગ્યસંભાળ નેટવર્ક, તામાકી હેલ્થની સહ-સ્થાપના, 50 ક્લિનિક્સ અને ડિજિટલ પ્લેટફોર્મ, બેટર દ્વારા 300,000 થી વધુ દર્દીઓની સારસંભારનો અનુભવ તેમને આ સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં અસરકારક રહ્યો છે. તેમનું નોંધપાત્ર યોગદાન ગાંધી નિવાસની સ્થાપનામાં રહેલું છે, જે કૌટુંબિક હિંસાને અટકાવવા માટે અસરકારક કામગીરી કરે છે. સામાજિક ક્ષેત્રે સખાવતી પ્રયાસો માટે QSM અને ONZM એવોર્ડ ઉપરાંત રંજના પટેલ ઓકલેન્ડના પાપાટોઇટોઇ (Papatoetoe) સ્વામિનારાયણ મંદિર માટે પણ ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે, જ્યાં વ્યાપક સમુદાય અને સામાજિક સેવાઓને પ્રોત્સાહિત કરતા કાર્યોમાં ભાગ લે છે. આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણમાં તેમના નેતૃત્વએ તેમને સામુદાયિક સુખાકારી અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે ન્યૂઝીલેન્ડમાં એક આગવું સ્થાન આપ્યું છે.
1964માં સૌપ્રથમ જીપીની શરૂઆત કરી
રંજના પટેલે ભારતની પહેલી મુલાકાત પહેલા ઓકલેન્ડની યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો જ્યાં તેમની મુલાકાત કાંતિલાલ પટેલ સાથે થઇ હતી. બંને પરિવારની સહમતિ બાદ તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. કાંતિભાઇ પટેલ વ્યવસાયે ડૉક્ટર હતા અને 1964માં ન્યૂઝીલેન્ડ આવીને પ્રથમ જીપી ક્લિનિકની શરૂઆત કરી હતી.
અનેક પડકારોનો સામનો કરીને આરોગ્ય ક્ષેત્રે શરૂઆત કરી
દસ વર્ષોમાં, રંજનાબેન અને કાંતિભાઇ પટેલે ન્યુઝીલેન્ડની રૂઢિચુસ્ત આરોગ્ય પ્રણાલીમાં પ્રવેશવાના પ્રયાસમાં અસંખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પટેલે આ હાંસલ કરવાની પ્રક્રિયા પર પ્રતિબિંબિત કર્યું હતું કે બ્યુરોક્રેસી જ તેમની સૌથી મોટી અવરોધક હતી. તેઓએ 1977માં ઓટારામાં ઈસ્ટ તામાકી હેલ્થકેર મેડિકલ ક્લિનિક તેમનું પ્રથમ ક્લિનિક ખોલ્યું હતું.
જીપી ક્લિનિકથી ન્યૂઝીલેન્ડના સૌથી મોટા હેલ્થ નેટવર્કના માલિક બન્યા
ઓટારામાં તેમની સાધારણ સોલો જીપી પ્રેક્ટિસ હવે તામાકી હેલ્થ રૂપે આગળ વધી રહી હતી. જે થોડા વર્ષો બાદ ન્યુઝીલેન્ડમાં સૌથી મોટું ખાનગી પ્રાથમિક આરોગ્યસંભાળ નેટવર્ક છે, જે પચાસથી વધુ ક્લિનિક્સ અને બેટર નામના ડિજિટલ પ્લેટફોર્મને સમાવતું હતું. એક સમયે Tamaki Health 300,000 થી વધુ દર્દીઓને સેવા આપતું નેટવર્ક બન્યું હતું. આવશ્યક આરોગ્યસંભાળ સેવાઓ અને ન્યુઝીલેન્ડના સમુદાયો માટે નવીન ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં તેમનો સિંહફાળો હતો. એકતરફ મેનેજમેન્ટ ક્ષેત્રે રંજના પટેલે પાછું વળીને ન જોયું ત્યાં તેમના પતિ કાંતિભાઇ પટેલે ક્લિનિકની તબીબી બાજુની કમાન સંભાળ લીધી હતી, નોંધનીય છે કે રંજનાબેને કોઈપણ ઔપચારિક વ્યવસાયિક તાલીમ વિના વિશાળ નેટવર્કને આસમાન સુધી પહોંચાડી દીધી.
પોતાના જ ક્લિનિકમાં રિસેપ્શનિસ્ટથી લઇ તમામ જવાબદારીઓ સંભાળી
પહેરીને પ્રથમ ક્લિનિકની સફળતામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે રિસેપ્શનિસ્ટ, ક્લીનર, ઓફિસ મેનેજર અને એકાઉન્ટન્ટ હતી. કામગીરી અને વ્યૂહરચનામાં તેમની આવડત કંપનીના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ હતી, અને તે દેશભરમાં 1000 થી વધુ કર્મચારીઓને રોજગારી આપવા સુધી પહોંચી હતી. રંજનાએ 2022 માં તામાકી હેલ્થ બોર્ડમાંથી પદ છોડ્યું અને ત્યારબાદ બાદ સામાજિક ક્ષેત્રે જંપલાવ્યું હતું. તેમનો પુત્ર રાકેશ પટેલ હજુ પણ તમાકી આરોગ્ય બોર્ડમાં છે.
રંજનાને આરોગ્યસંભાળ અને વ્યવસાયના ક્ષેત્રની બહાર વિસ્તરેલા તેમના યોગદાન માટે માન્યતા આપવામાં આવી છે, તેણીના સમર્પણ અને સમુદાયમાં નોંધપાત્ર યોગદાન માટે વર્ષોથી અસંખ્ય પ્રસંશા અને સન્માન મેળવ્યા છે જે તેણીની વિવિધ સ્વૈચ્છિક અને સખાવતી પ્રોજેક્ટ સંડોવણીમાં સ્પષ્ટ છે.
2014માં ગાંધી નિવાસની સ્થાપના કરી
2014 માં, રંજનાએ ગાંધી નિવાસની સહ-સ્થાપના કરી, એક નવીન કૌટુંબિક હિંસા નિવારણ કાર્યક્રમ જેનો હેતુ હિંસાના વિષચક્રને તોડવાનો અને કૌટુંબિક નુકસાનથી પ્રભાવિત વ્યક્તિઓ અને પરિવારોને સહાય પૂરી પાડવાનો છે. ગાંધી નિવાસ કૌટુંબિક હિંસાના ગુનેગારો માટે ઘણી રહેણાંક સુવિધાઓનું સંચાલન કરે છે અને પુરુષો સાથે નવીન રીતે કામ કરે છે. મેસી યુનિવર્સિટીના 5-વર્ષના મૂલ્યાંકન દર્શાવે છે કે 60% પુરુષોએ આ હસ્તક્ષેપ પછી ફરીથી ગુનો કર્યો નથી.
અનેક કોમ્યુનિટી એસોસિયેશનના બોર્ડમાં સમાવેશ
રંજના ઘણા વ્યાપક સમુદાય જૂથો અને મહિલાઓના જૂથોમાં સક્રિયપણે સામેલ છે અને તેમના પતિ સાથે મળીને પાપાટોઇટોઇ (Papatoetoe)માં હિંદુ મંદિર બનાવ્યું છે. તે NZ પોલીસ માટે નેશનલ એથનિક ફોરમ, કાઉન્ટીઝ મનુકાઉ પોલીસ, મિડલમોર ફાઉન્ડેશન, મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન, ડાયવર્સિટી વર્ક્સ, ગ્લોબલ વુમન એન્ડ કો ઓફ વુમન અને NZ પોલીસ રિક્રુટ વિંગ 330 ના આશ્રયદાતા સહિતના અસંખ્ય સલાહકાર બોર્ડ પર તેઓ બિરાજમાન છે. મનુકાઉ ઇન્ડિયન એસોસિએશનની અને વિવિધતા, સમાવેશ અને સામાજિક સંકલનને પ્રોત્સાહન આપતી નીતિઓ અને પહેલોને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ભૂતકાળની નિમણૂંકોમાં ધ નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ ઓન ધ એમ્પ્લોયમેન્ટ ઓફ વિમેન (NACEW) અને બેંક ઓફ બરોડાના ડિરેક્ટરનો સમાવેશ થાય છે.
ક્વીન્સ સર્વિસ મેડલથી પણ સન્માનિત
રંજનાબેનને NZ ઓર્ડર ઓફ મેરિટ (ONZM), અને ક્વીન્સ સર્વિસ મેડલ (QSM) એનાયત કરવામાં આવ્યા છે. તેણીને મહિલા સાહસિકો માટે વુમન NZ હોલ ઓફ ફેમમાં પણ સામેલ કરવામાં આવી છે, EEO ડાયવર્સિટી એવોર્ડ્સ વોક ધ ટોક અને IBA બેસ્ટ બિઝનેસવુમન ઓફ ધ યર જીત્યા છે અને ત્રણ વર્ષ સુધી વેસ્ટપેક વુમન ઓફ ઈન્ફ્લુઅન્સ ઇન બિઝનેસ એન્ડ એન્ટરપ્રેન્યોર માટે ફાઇનલિસ્ટ હતી, નેક્સ્ટ વુમન ઓફ ધ યર – બિઝનેસ એન્ડ ઈનોવેશન, EY એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર – માસ્ટર કેટેગરી અને ડેલોઈટના ટોપ 200 એવોર્ડ્સ – વિઝનરી લીડર તરીકે પણ નામના મેળવી ચૂક્યા છે.






Leave a Reply