ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડના આંકડા પ્રમાણે એક્રેડિટેડ એમ્પ્લોયર વર્ક વિઝાની સંખ્યામાં મોટો ઘટાડો, હાલ 271 એક્રેડિટેડ એમ્પ્લોયર સામે તપાસ


આપણું ગુજરાત ન્યૂઝ.
ન્યૂઝીલેન્ડમાં માઇગ્રન્ટ વર્કર્સ નું શોષણ એ કોઈ નવી વાત નથી. પહેલીવાર એમ્પ્લોયર નહીં પરંતુ ઈમિગ્રેશન એજન્ટ પણ તેમાં સામેલ છે તેવો આંકડો બહાર આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ઇમિગ્રેશન એડવાઇઝર્સ ઓથોરિટીએ 24 લાયસન્સ ધરાવતા એડવાઈઝર સામેની ફરિયાદોની સક્રિયપણે તપાસ શરૂ કરી છે.
બોર્ડર ખૂલી ત્યારથી નીચા સ્તરે માઇગ્રન્ટ વર્કરની સંખ્યા
નવા માઈગ્રન્ટ વર્કરની સંખ્યા બે વર્ષ પહેલાં બોર્ડર ફરીથી ખોલવામાં આવી ત્યારથી સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. પરંતુ એમ્પ્લોયર સામેની ફરિયાદો રેકોર્ડ સ્તરે વધી ગઈ છે. ગયા મહિને 550 થી વધુ માઇગ્રન્ટ્સ, એડવોકેટ્સ અથવા અન્ય લોકોએ ફરિયાદો મૂકી છે, જે આ વર્ષની સરેરાશ સંખ્યા કરતા બમણા કરતાં વધુ છે. નોંધનીય છે કે બોર્ડર ફરીથી ખુલી ત્યારથી કુલ આંકડો 4300 પર હવે આવી ગયો છે. ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) અને લેબર ઇન્સ્પેક્ટરેટ શોષણ, હેરાફેરી, નોકરીઓ માટે નાણાં ચૂકવવા અને ગુલામની જેમ કામ કરાવતા કામો જેવા મુદ્દાઓની તપાસ કરે છે.
માઇગ્રન્ટ કામદારોનું આગમન ઓછું થયું
INZ પાસે 271 સક્રિય તપાસ ચાલી રહી છે અને તેણે પહેલેથી જ 500 એમ્પ્લોયરની માન્યતા રદ કરી છે, વધુ 130 સસ્પેન્ડ કર્યા છે. તે દર વર્ષે લગભગ 16 ટકા એક્રેડિટેડ એમ્પ્લોયરને તપાસવાનું લક્ષ્ય રાખે છે.
AEWV વિઝા નંબરો ઘટી રહ્યા છે
દરમિયાન, માન્યતાપ્રાપ્ત એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV) માપદંડમાં ફેરફાર, કડક ઈમિગ્રેશન ચેક અને કોન્ટ્રાક્ટિંગ જોબ માર્કેટ વિઝા નંબરો પર અસર કરી રહી હોવાનું જણાય છે.
અગાઉ રેકોર્ડબ્રેક 4000 વિદેશી માઈગ્રન્ટ વર્કર અધિકૃત એમ્પ્લોયર વર્ક વિઝા પર એક મહિનામાં આવ્યા હતા, પરંતુ જુલાઈમાં તે ઘટીને 850 કરતા પણ ઓછા થઈ ગયા હતા. માર્ચમાં AEWV અરજીઓનો ઉચ્ચ સ્તર 11,000 હતો અને ગયા મહિને તે ઘટીને 2000 કરતાં પણ ઓછો થઈ ગયો હતો. 2019 માં આવશ્યક વર્ક વિઝાની સૌથી મોટી પ્રી-કોવિડ સંખ્યા 5,400 હતી.
Leave a Reply