આશરે 984 કિલોગ્રામ અઘોષિત ચ્યુઇંગ તમાકુની દાણચોરી કરવા અને ડ્યુટી અને ટેક્સમાં આશરે NZ$267,390 ની ચોરી કરવા બદલ દોષિત જાહેર, આજે ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સાત મહિનાની હોમ ડિટેંશનની સજા ફટકારી


વધુ લોભ તે પાપનું મૂળ છે અને આવું જ કંઇક કિવિ ઇન્ડિયન બિઝનેસમેન વિવેક બ્રહ્મભટ્ટ સાથે થયું છે. અઘોષિત તમાકુની દાણચોરી કરવા બદલ તેમને સાત મહિનાની હોમ ડિટેન્શનની સજા ઓક્લેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફટકારી છે. આશરે 984 કિલોગ્રામ અઘોષિત ચ્યુઇંગ તમાકુની દાણચોરી કરવા અને ડ્યુટી અને ટેક્સમાં આશરે NZ$267,390 ની ચોરી કરવા બદલ દોષિત જાહેર, આજે ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સાત મહિનાની હોમ ડિટેંશનની સજા ફટકારી હતી.
આ શિપમેન્ટને ખાદ્યપદાર્થ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને ડિસેમ્બર 2022 માં ભારતમાંથી આયાત કરવામાં આવ્યું હતું. કસ્ટમ અધિકારીઓને નૂડલ્સ, બિસ્કિટ, રસ્ક, મીઠું અને અન્ય ખાદ્ય ઉત્પાદનોની શિપમેન્ટ તરીકે જાહેર કરાયું હતું પરંતુ તેમાં ખાદ્યપદાર્થોની આડમાં સાદા પેકેજિંગમાં તમાકુને છુપાવવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. જ્યાં વધુ વધુ તપાસમાં વ્યક્તિ અને તેની કંપનીને વધુ 12 એર ફ્રેઈટ કન્સાઈનમેન્ટ સાથે જોડવામાં આવ્યા જેમાં 229.4 કિલોગ્રામ ચ્યુઈંગ ટોબેકોનો ઉમેરો થયો હતો. માત્ર આટલું જ નહીં શોધ ટાળવાના પ્રયાસમાં બહુવિધ નામો અને સરનામાનો ઉપયોગ કરીને માલસામાનની આયાત કરવામાં આવી હતી.
કુલ મળીને, આ વ્યક્તિએ અંદાજે NZ$267,390 એક્સાઈઝ ડ્યુટી અને GSTની ચોરી કરી હતી. પુરાવા દર્શાવે છે કે ચાવવાની તમાકુ પાર્ક અને ઇવેન્ટ્સમાં સમુદાયો વચ્ચે વેચાણ માટે નક્કી કરવામાં આવી હતી.
ચીફ કસ્ટમ્સ ઓફિસર, નાઇજેલ બાર્ન્સ કહે છે કે સસ્તી તમાકુ ખરીદતા લોકોએ જાણવું જોઈએ કે આ સંભવિત ગેરકાયદેસર છે અને તેનો ઉપયોગ અન્ય ગુનાઓ માટે થઈ શકે છે.” જો તમે કોઈને જાણતા હોવ અથવા ગેરકાયદે તમાકુનો વેપાર અથવા દાણચોરી કરતી કોઈ વ્યક્તિ પર શંકા હોય, તો કસ્ટમ્સને 0800 WE PROTECT (0800 937 768), a 24 પર કૉલ કરી શકો છો. અથવા ગોપનીય હોટલાઇન, અથવા ક્રાઇમસ્ટોપર્સ 0800 555 111 પર અજ્ઞાતપણે જાણ કરી શકો છો.


Leave a Reply