DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, ICUમાં કરાયા દાખલ

Bollywood actor Govinda, Revolver Firing, Accident, Bollywood News,

પોતાની જ રિવોલ્વર સાફ કરતા સમયે અચાનક ગોળી છૂટતા ગોવિંદા ઘાયલ થયા, હોસ્પિટલ સૂત્રોના મતે ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી

Bollywood actor Govinda, Revolver Firing, Accident, Bollywood News,

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ગોવિંદા વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગોવિંદાને રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી વાગી હતી. પોતાની જ ગોળીથી ઘાયલ થયેલા ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના મંગળવારે સવારે બની હતી. ગોવિંદા સવારે 4.45 વાગ્યે ઘરની બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. ગોવિંદા બહાર જતા પહેલા તેની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો. પરંતુ ભૂલથી તેની પોતાની રિવોલ્વર મિસ ફાયર થઈ ગઈ. ગોવિંદાને ઘૂંટણ પર ગોળી વાગી છે. ઈજાગ્રસ્ત હાલતમાં તેને ક્રિકેટ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો. તેમના હાથમાંથી રિવોલ્વર પડી જતાં આ અકસ્માત થયો હતો.