ક્રાઇસ્ટચર્ચમાં આરોપીએ એપ્રિલ 2023ના રોજ પોતાના દીકરાને મળવા આવેલા વૃદ્ધને અજાણતાથી કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા, ક્રાઇસ્ટચર્ચ કોર્ટ દ્વારા 60 વર્ષીય મેવા સિંઘના આરોપીને સજા સંભળાવાઇ


ક્રાઇસ્ટચર્ચના બહુચર્ચિત હત્યા કેસમાં આજે કોર્ટે આરોપીને સજા સંભળાવી છે. એપ્રિલ 2023માં ભારતથી આવેલા મેવા સિંઘને કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતારનાર જેડન કાહીને બે વર્ષની સજા ફટકારી છે. જેડન એવું સમજી બેઠો હતો કે મેવા સિંઘ તેના પુત્રને કિડનેપ કરીને લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેણે તેમના પર હુમલો કર્યો હતો.
એપ્રિલ 2023 માં ક્રાઇસ્ટચર્ચમાં લિનવુડ પાર્ક નજીક આ હુમલાના બે દિવસ પછી ભારતના 60 વર્ષીય મેવા સિંઘનું મૃત્યુ થયું હતું. બાદમાં જેડને સિંહની હત્યા કર્યાની કબૂલાત કરી હતી અને તેને આજે કોર્ટમાં સજા સંભળાવવામાં આવી હતી.
સિંઘના પુત્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે હજુ પણ તેના પિતાની ખોટના આઘાતમાંથી બહાર નથી આવ્યો અને કહ્યું કે, “અમે હંમેશા અમારા પિતાને યાદ કરીશું.” કાહીના લેયર એન્સેલ્મ વિલિયમ્સે જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટને ઘણો પસ્તાવો હતો. “તેણે સ્વીકાર્યું છે કે તેની ક્રિયાઓ એક વ્યક્તિના મૃત્યુનું કારણ બની છે.” વિલિયમ્સે કહ્યું કે તે પૂર્વ-આયોજિત હુમલો ન હતો અને કાહીએ આવેશથી હુમલો કર્યો હતો.
કાહી લગભગ 16 મહિનાથી ઈલેક્ટ્રોનિક જામીન પર હતો અને તે દરમિયાન તેની માનસિક સ્વાસ્થ્યની સારવાર અને હિંસા નિવારણ કાર્યક્રમ સાથે જોડાયેલો હતો. જસ્ટિસ મેલાની હાર્લેન્ડે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે તે આ પરિસ્થિતિમાં આક્રમક બન્યો હતો. તેણીએ કહ્યું, “તેણે તેના પુત્ર સાથે દયા દર્શાવવા સિવાય કંઈપણ કર્યું હોવાનું સૂચવવા માટે કંઈ જ નથી. તે વ્યક્તિ ફક્ત એક નાના છોકરાને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.”
Leave a Reply