બપોરે 2.30 કલાકે બસમાં હુમલાની ઘટના, પોલીસની 10 ટીમો હાજર, ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો, મોડી સાંજે પોલીસે પુષ્ટિ કરી કે ઘાયલ વ્યક્તિનું મોત થયું
ઓકલેન્ડ બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ ફરીથી એકવાર ગુનેગારોના નિશાને આવી છે. બેફામ બનેલા તોફાની તત્વોએ બુધવારે બપોરે ઓકલેન્ડના ઓનેહંગામાં બસમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. જ્યાં ઓકલેન્ડ હોસ્પિટલ ખાતે સાંજે તે વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના ચર્ચ સ્ટ્રીટ પર બની હતી.
ઇમરજન્સી સેવાઓને બપોરે 2:30 વાગ્યે બોલાવવામાં આવી હતી. ઓનેહંગામાં બસ પર હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી.
સેન્ટ જોન એમ્બ્યુલન્સે એક એમ્બ્યુલન્સ, ત્રણ ફાસ્ટ-રિસ્પોન્સ યુનિટ અને એક મેનેજરને ચર્ચ સ્ટ્રીટ મોકલ્યા હતા. તેઓ ઘાયલ વ્યક્તિને ગંભીર હાલતમાં ઓકલેન્ડ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ચર્ચ સ્ટ્રીટ પર રોકાયેલી બસમાં લગભગ 10 પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ હુમલાખોરને શોધી રહી છે અને એક હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.
પોલીસે કહ્યું કે તેઓ હજુ પણ શું થયું તેની તપાસ કરી રહ્યા છે. ઈમરજન્સીના કારણે કેપ્ટન સ્પ્રિંગ્સ રોડ અને ચર્ચ રોડના ભાગો બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે ડ્રાઇવરોને કહ્યું કે તેઓ આ વિસ્તારને ટાળે.
Leave a Reply