શીખ શ્રદ્ધાળુઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, બંને દેશો વચ્ચે ફરીથી સમજૂતિ કરાર પર સહમતિ


કરતારપુર સાહિબ જતા ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે દિવાળી પહેલા એક ખુશીના સમાચાર આવ્યા છે.ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત થઈ હતી. જેમાં કરતારપુર સાહિબ કોરિડોર પરના કરારને પાંચ વર્ષ માટે લંબાવવા પર સહમતિ બની છે. કરતારપુર સાહિબ કોરિડોર દ્વારા દર વર્ષે ભારતમાંથી હજારો શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જાય છે અને તાજેતરમાં જ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની પાકિસ્તાન યાત્રા બાદ આ સમજૂતિના સમાચાર આવ્યા છે.
24 ઓક્ટોબર 2019એ બંને દેશો વચ્ચે થઇ હતી સમજૂતિ
યાત્રાળુઓની સુવિધા માટે, 24 ઓક્ટોબર 2019 ના રોજ બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેની માન્યતા સમાપ્ત થવાની હતી. પરંતુ હવે બંને દેશોએ સર્વસંમતિથી આ કરારને પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે.
સર્વિસ ચાર્જ ન લેવા અંગે ભારતની પાકિસ્તાનને રજૂઆત
પાકિસ્તાન દરેક તીર્થયાત્રી પાસેથી 20 ડોલરનો સર્વિસ ચાર્જ વસૂલે છે. શીખ શ્રદ્ધાળુઓની માંગ છે કે પાકિસ્તાન તેને હટાવી દે જેથી વધુને વધુ લોકો દરબાર સાહિબ જઈ શકે અને નમન કરી શકે. આ ફીના કારણે ઘણા લોકો દરબાર સાહેબ જઈ શકતા નથી. ભારત સરકારે ફરી એકવાર આ વિનંતી પાકિસ્તાન સમક્ષ ઉઠાવી છે અને યાત્રાળુઓ પાસેથી ચાર્જ ન લેવા વિનંતી કરી છે. જો કે હજુ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
Leave a Reply