ઓકલેન્ડ સેન્ટ્રલની સાંસદ ઘણાં લાંબા સમયથી કેન્સરની બિમારીથી પીડિત હતા, જ્હોન કીના વડાપ્રધાનપદના કાર્યકાળ વખતે હતા નેશનલ મિનિસ્ટર


આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
નેશનલ પાર્ટીના પૂર્વ મંત્રી નિક્કી કાયેનું 44 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કેન્સર સાથે લાંબી લડાઈ પછી સપ્તાહના અંતે મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું છે. તેણીને 2016 માં કેન્સર હોવાનું નિદાન થયું હતું.
પૂર્વ નેશનલ એમપી એવા નિક્કી કાયેના મિત્રોએ જણાવ્યું કે થોડા મહિના પહેલા તેણીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જોકે તે પહેલા તેઓની તબિયત સુધારાજનક હતી. આવતીકાલે પરિવાર દ્વારા અંતિમ સંસ્કારની સૂચના શેર કરવામાં આવશે.
વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે નિક્કી કાયેએ તેમના કાર્યોથી રાજકીય ક્ષેત્રે ઘણો ફરક પાડ્યો છે અને તે મહત્વપૂર્ણ બની રહેશે. હેમિલ્ટનમાં મીડિયા સાથે વાત કરતા લક્સને નિક્કીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લક્સને ઉમેર્યું હતું કે નેશનલ પાર્ટીને મોટી ખોટ પડી છે.
Leave a Reply