DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

રિઝર્વ બેંકે OCR 0.50 બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો, મોર્ગેજ રેટ ઘટશે

Reserve Bank Of New Zealand, OCR, Official Cash rate, Mortgage Rate, New Zealand Bank,

રિઝર્વ બેંક ઓફ ન્યુઝીલેન્ડે ઓફિશિયલ કેશ રેટમાં ઘટાડો કર્યો છે, હવે 4.75% થી લઈને 4.25% નવો કેશ રેટ, બેંકોએ તુરંત લોન રેટ ઘટાડવાનું શરૂ કર્યું

રિઝર્વ બેંક ઓફ ન્યુઝીલેન્ડે ઓફિશિયલ કેશ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે, આથી હવે 4.75% થી ઘટીને 4.25% પર નવો રેટ આવી ગયો છે. સરકારે આ પગલાને આવકારતા કહ્યું કે મોર્ગેજ રેટ કટ “કિવીઓ માટે રાહત” આપશે.

રિઝર્વ બેંકની જાહેરાત બાદ તુરંતુ જ કેટલીક બેંકોએ લોન રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. કિવિબેંકે તેના હોમ લોન અને બિઝનેસ લોન રેટમાં ઘટાડો કર્યો હતો અને ASB એ વ્યક્તિગત, વ્યવસાયિક અને ગ્રામીણ ધિરાણમાં વ્યાજ દરોમાં 0.50% ઘટાડો કર્યો હતો.

વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને પણ ઝડપથી પ્રતિક્રિયા આપી, કિવીઓ અને વ્યવસાયો માટે આજના કટને “સકારાત્મક” ગણાવ્યો પરંતુ કહ્યું કે ઊંડી, લાંબી મંદી પછી તમામ પડકારો રાતોરાત ઠીક થઈ શકશે નહીં.

હવે, મોટાભાગનું ધ્યાન નવી આર્થિક આગાહીઓ પર રહેશે અને જ્યાં RBNZ આવતા વર્ષે રોકડ દર ઉતરવાની અપેક્ષા રાખે છે. આવતીકાલે સવારે રિઝર્વ બેંકના નેતાઓ સંસદની નાણા અને ખર્ચ સમિતિ સમક્ષ હાજર થશે.