અકસ્માત સમયે વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને નાણાં મંત્રી નિકોલા વિલિસ હતા કારમાં સવાર, વેલિંગ્ટલ એરપોર્ટ ખાતે ગઇકાલે બપોરે 3.30 કલાકની ઘટના
આપણું ગુજરાત ન્યૂઝ.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનની ક્રાઉન લિમોઝીન કારને અકસ્માત થયો છે. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેમાંથી કોઇને ઇજા પહોંચી નથી અને કારને પણ ઓછું નુકસાન થયું છે. વેલિંગ્ટન એરપોર્ટ ખાતે બુધવારે બપોરે 3.30 કલાકે આ અકસ્માત થયો છે. નોંધનીય છે કે પ્રાઇમ મિનિસ્ટર લક્સન આજે ઓકલેન્ડમાં છે અને હાલ પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે.
આંતરિક બાબતો વિભાગ મુજબ, સપ્ટેમ્બર 2020 સુધી ક્રાઉન ફ્લીટમાં કુલ 67 વાહનો હતા, જેમાંથી 41% ઇલેક્ટ્રિક-સક્ષમ હતા. તે સમયે, બીએમડબલ્યુ 7 સીરિઝે ક્રાઉન ફ્લીટનો મોટો ભાગ બનાવ્યો હતો. આ વાહનો પ્રધાનમંત્રીઓ સહિત સરકારના મંત્રીઓ અને અન્ય સત્તાવાર મહેમાનોને પરિવહન માટે ઉપયોગમાં લેવાતા છે.
Leave a Reply