વેલિંગ્ટનમાં હાઇકમિશનર નીતા ભૂષણે તો ઓકલેન્ડમાં કોન્સુલ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ તિરંગો ફરકાવ્યો, ન્યૂઝીલેન્ડની વિવિધ પાર્ટીઓના નેતાઓ તથા ભારતીયો હાજર રહ્યા










આપણું ગુજરાત ન્યૂઝ.
ન્યૂઝીલેન્ડમાં વેલિંગ્ટન ખાતે આવેલી ઇન્ડિયન હાઇકમિશન અને ઓકલેન્ડ ખાતેની કોન્સુલેટ ઓફિસ ખાતે 76મા ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક ભારતીય મૂળના અને ન્યૂઝીલેન્ડના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. તો આ ઉપરાંત ભારતીય સમુદાયના વિવિધ સંગઠનનો લોકો સહિત ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.
વેલિંગ્ટન ઇન્ડિયન હાઇકમિશન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
વેલિંગ્ટન ઇન્ડિયન હાઇકમિશન ખાતે વિશાળ ભારતીય જનસમુદાયની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ભારતીય તિરંગો ફરકાવાયો હતો. ભારતીય મૂળના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વાતવરણને ભારતમય બનાવી દીધું હતું.
ઓકલેન્ડ કોન્સુલ ઓફિસ ખાતે પ્રથમવાર ભવ્ય ઉજવણી
ઓકલેન્ડ ખાતે રહેતા ભારતના વિવિધ રાજ્યોના સમૂદાયો દ્વારા દેશભક્તિ અને ભારતની વિરાસતના દર્શન કરાવતા ગીતો પર ડાન્સ રજૂ કર્યો હતો. ઓકલેન્ડ ખાતે ઉજવાયેલા 76મા પ્રજાસત્તાક પર્વમાં ભારતીય કોન્સુલ જનરલ ડૉ. મદન મોહન સેઠી સહિત પૂર્વ માનદ્ કોન્સુલ ભાવ ઢિલ્લોન, નેશનલ પાર્ટીના માઉન્ટ રોસ્કિલ ખાતેના એમપી કાર્લોસ ચુએંગ, નેશનલ પાર્ટીના શિવા કિલરી, કંવલજીત બક્ષી, લેબર પાર્ટીના એમપી જેની સાલેસા, પ્રિયંકા રાધાક્રિષ્નન, માઇકલ વુડ્સ તથા એક્ટ પાર્ટીના પર્મજીત પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓકલેન્ડ ખાતે આવેલા વિવિધ ભારતીય એસોસિયેશનના લીડર્સ હાજર રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં અંદાજે 600 જેટલા ભારતીય મૂળના લોકો ઉપસ્થિત રહ્યા હતા.














આ મહત્વપૂર્ણ દિવસે, કોન્સ્યુલ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ ભારતની યાત્રા અને પ્રજાસત્તાક દિવસના મહત્વ પર પ્રતિબિંબ પાડતા એક ખાસ સંદેશ આપ્યો હતો અને સાથે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશને સંબોધેલા સંદેશાને વાંચી સંભળાવ્યો હતો. જેમાં વિશ્વ ફલક પર ભારતની ઉપલબ્ધીઓ જણાવવામાં આવી હતી.
Leave a Reply