દમન કુમારના ઓવરસ્ટેયર પેરેન્ટ્સનેે હવે ડિપોર્ટેશનનો સામનો કરવો પડશે. દમન કુમારના જન્મ સમયે માતા-પિતા ઓવર સ્ટેયર હતા.
એસોસિયેટ ઇમિગ્રેશન મિનિસ્ટર ક્રિસ પેન્કના હસ્તક્ષેપ બાદ અઢાર વર્ષીય દમન કુમાર હવે ન્યૂઝીલેન્ડમાં રહી શકે છે. કારણે કે એસોસિયેટ મિનિસ્ટરે દમન કુમારને રેસિડેન્સી ગ્રાન્ટ કરી દીધી છે.
દમનનો જન્મ ન્યૂઝીલેન્ડમાં થયો હતો પરંતુ 2006ના કાયદામાં ફેરફારને કારણે જન્મ સમયે જ ઓવરસ્ટેયર બની ગયો હતો, જેમાં ઓછામાં ઓછા એક માતાપિતા નાગરિક અથવા નિવાસી હોવા જરૂરી હતા. તેના માતાપિતા, જે તે સમયે ઓવરસ્ટેયર હતા, તેમને તાજેતરમાં 17 ફેબ્રુઆરી સુધીમાં દેશ છોડવાનો અથવા દેશનિકાલનો સામનો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે જ આ મુદ્દો બહાર આવ્યો હતો.
મીડિયામાં સમગ્ર કેસ બહાર આવ્યા બાદ એસોયિસેટ મિનિસ્ટર પેન્કે કેસની સમીક્ષા કરી અને દમનને રેસિડેન્ટ વિઝા આપ્યા હતા. પરંતુ તેના માતાપિતાને રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કાયદામાં ફેરફાર પહેલાં જન્મેલી તેની બહેન પહેલેથી જ નાગરિક છે.
નિર્ણય બાદ દમને મિશ્ર લાગણીઓ વ્યક્ત કરી હતી, તેના માતાપિતાથી અલગ થવાની શક્યતાથી કૃતજ્ઞતા અને દુઃખ બંને વ્યક્ત કર્યા હતા. ગ્રીન સાંસદ રિકાર્ડો મેનેન્ડેઝ માર્ચ સહિત તેનો પરિવાર અને સમર્થકો તેના માતાપિતાના રેસિડેન્સીનો પક્ષ રાખ્યો છે.
તેના વકીલ, એલિસ્ટર મેકક્લિમોન્ટ કહે છે કે આ કેસ જન્મજાત નાગરિકત્વમાં સુધારા અને લાંબા ગાળાના ઓવરસ્ટેયર માટે સમર્થનની જરૂરિયાતને પ્રકાશિત કરે છે.
Leave a Reply