જો ૧૧ પાકિસ્તાની ખેલાડીઓની આખી મેચ ફી એકસાથે ઉમેરવામાં આવે તો પણ હાર્દિક પંડ્યાની ઘડિયાળની 7 કરોડની કિંમત નજીક નથી પહોંચતી, બાબર આઝમની વિકેટ લીધી ત્યારે ઘડિયાળનો થયો ખુલાસો


વિશ્વમાં માત્ર કંપની દ્વારા 50 જ Richard Mille RM 27-02 વૉચ બનાવાઇ
Hardik Pandya Watch Price: હાર્દિક પંડ્યાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરતી વખતે 2 વિકેટ લીધી હતી, પરંતુ મેચમાં બોલિંગ કરતાં પણ વધુ, તેના કાંડા પર બાંધેલી કરોડોની કિંમતની ઘડિયાળ સૌથી વધુ હેડલાઇન્સમાં રહી છે. ભારતની જીતની સાથે ઇન્ટરનેટ પર હાર્દિક પંડ્યાની ઘડિયાળ પણ છવાઇ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી છે. તેણે 8 ઓવરમાં માત્ર 31 રન આપીને 2 વિકેટ લીધી. આ મેચ દરમિયાન હાર્દિક એક અનોખી અને મોંઘી ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઘડિયાળની કિંમત કરોડોમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
હાર્દિક પંડ્યા ઘડિયાળની શું છે કિંમત ?
પાકિસ્તાન સામેની આ મેચમાં હાર્દિક પંડ્યાએ જે ઘડિયાળ પહેરી હતી તે રિચાર્ડ મિલે દ્વારા બનાવેલ રાફેલ નડાલ સ્કેલેટન ડાયલ એડિશન (Rafael Nadal Skeleton Dial edition) છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘડિયાળની કિંમત ભારતીય રૂપિયામાં આશરે 7 કરોડ રૂપિયા છે. આ પહેલી વાર નથી જ્યારે હાર્દિક પંડ્યા આટલી મોંઘી ઘડિયાળ પહેરીને જોવા મળ્યો હોય. મેચ દરમિયાન હાર્દિક આ ઘડિયાળ પહેરેલો જોવા મળતાની સાથે જ ચાહકો તેની કિંમત જાણવા માટે ઉત્સુક બન્યા. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા તેની વૈભવી જીવનશૈલી અને મોંઘી ઘડિયાળોના શોખ માટે જાણીતા છે.
પાકિસ્તાનના 11 ખેલાડીઓની મેચ ફીસ પણ ઘડિયાળની કિંમત નજીક નથી પહોંચતી
બાબરને આઉટ કર્યા પછી પંડ્યાએ ઉજવણી કરી અને આ દરમિયાન બધાએ તેની ઘડિયાળ જોઈ. પંડ્યાની આ ઘડિયાળ કોઈ સામાન્ય ઘડિયાળ નથી પણ એક અમૂલ્ય ઘડિયાળ છે જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. જો 11 પાકિસ્તાની ખેલાડીઓની આખી મેચ ફી એકસાથે ઉમેરવામાં આવે તો પણ આ ઘડિયાળની કિંમત બરાબરી કરી શકાતી નથી.
પંડ્યાની એક ઘડિયાળની કિંમત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે રમનાર પાકિસ્તાન ટીમના 11 ખેલાડીઓની એક ODI મેચની ફી કરતાં ઘણી વધારે છે. 2 નવેમ્બર, 2024 ના રોજ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પાકિસ્તાન ટીમના એક ખેલાડીને એક મેચ માટે 6 લાખ 44 હજાર પાકિસ્તાની રૂપિયા મળે છે. જો ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો તે આશરે 1.5 લાખ રૂપિયા થશે. એટલે કે, બધા ૧૧ ખેલાડીઓ માટે કુલ રકમ પાકિસ્તાની રૂપિયામાં લગભગ ૭૦ લાખ અને ભારતીય રૂપિયામાં લગભગ સાડા સોળ લાખ થશે.
જ્યારે પંડ્યા વિકેટ લીધા પછી ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે તેના હાથમાં સફેદ ડાયલ અને નારંગી રંગના પટ્ટાવાળી ઘડિયાળ દેખાઈ. આ ઘડિયાળ લોકોના ધ્યાનમાં આવતાની સાથે જ તેની તપાસ શરૂ થઈ ગઈ હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પંડ્યાએ રિચાર્ડ મિલેની ઘડિયાળ પહેરી છે. આ ઘડિયાળ ARAM 27-02 છે. ઓનલાઈન લક્ઝરી ઘડિયાળ વેચતી સાઇટ જેમ નેશન અનુસાર, આ ઘડિયાળની કિંમત 8 લાખ યુએસ ડોલર એટલે કે આશરે સાત કરોડ ભારતીય રૂપિયા છે.
વિશ્વમાં મર્યાદિત સંખ્યામાં જ ઉપલબ્ધ
પંડ્યાની ઘડિયાળ ખૂબ જ મર્યાદિત આવૃત્તિમાં ઉપલબ્ધ છે. આ ઘડિયાળના અત્યાર સુધી ફક્ત 50 ઘડિયાળ જ બનાવવામાં આવી છે. પંડ્યા તેમની વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે. તેની પાસે ઘડિયાળો, કાર અને જૂતાનો સારો સંગ્રહ છે. આ ઘડિયાળ પણ તેમાંથી એક છે.
Leave a Reply