32 વર્ષીય આરોપીને નેમ સપ્રેસન માટે મંજૂરી અપાઇ, 2 આરોપોમાં દોષિત હોવાની કબૂલાત, 31 ડિસેમ્બરની રાત્રીએ લીન ફ્લેમિંગની થઇ હતી હત્યા
નેલ્સન પોલીસ અધિકારી લિન ફ્લેમિંગની હત્યાના આરોપી વ્યક્તિએ તેણીની હત્યા અને તેના સાથીદારની હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ન હોવાની કબૂલાત કરી છે. 32 વર્ષીય આરોપીએ શુક્રવારે સવારે ક્રાઇસ્ટચર્ચ જેલમાંથી બ્લેનહાઇમ ખાતે હાઇકોર્ટમાં રૂબરૂ હાજર થયો હતો જ્યાં તેને હવે કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
તેણે છ આરોપો માટે દોષિત ન હોવાની કબૂલાત દાખલ કરી હતી. જેમાં સિનિયર સાર્જન્ટ લિન ફ્લેમિંગની હત્યા, સિનિયર સાર્જન્ટ એડમ રામસેની હત્યાનો પ્રયાસ, સલામતી પ્રત્યે બેદરકારીપૂર્વક અવગણના કરીને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવાનો અને ખતરનાક ડ્રાઇવિંગના ત્રણ આરોપો સામેલ છે.
ફ્લેમિંગના પરિવારના સભ્યો જાહેર ગેલેરીમાં બેઠા હતા જ્યારે અન્ય લોકો ઑડિઓવિઝ્યુઅલ લિંક દ્વારા સુનાવણી જોઈ રહ્યા હતા.
તે વ્યક્તિએ બે ગુનાઓ કબૂલ્યા હતા જેમાં પ્રતિબંધિત હોવા છતાં પણ વાહન ચલાવવું અને દારૂ પીધો હોવા છતાં પણ (100 મિલી દીઠ 80 મિલીથી વધુ) વાહન ચલાવવાના ગુનાનો સમાવેશ થાય છે.
તે છેલ્લે નેલ્સન ખાતે હાઇકોર્ટમાં ઑડિઓ વિઝ્યુઅલ લિંક દ્વારા હાજર થયો હતો. જો કે, નેલ્સન કોર્ટહાઉસ હાલમાં ભૂકંપ મજબૂતીકરણ માટેનું કાર્ય ચાલુ હોવાને પગલે આજની સુનાવણી બ્લેનહેઇમમાં યોજાઈ હતી.
બચાવ પક્ષના વકીલ જોન સેન્ડસ્ટને જણાવ્યું હતું કે પ્રતિવાદીએ કસ્ટડીમાં રિમાન્ડ માટે સંમતિ આપી છે અને ટ્રાયલ પહેલાં જામીન માટે અરજી કરશે નહીં, જેમાં આગામી વર્ષ માટે કામચલાઉ તારીખ નક્કી કરવામાં આવી છે. આ તરફ આરોપીને હાલ પૂરતું તેમનું નામ ગુપ્ત રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
તેમણે કેસને નેલ્સન હાઇકોર્ટથી બીજી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરવાની પણ યોજના બનાવી હતી. સિનિયર સાર્જન્ટ ફ્લેમિંગનું નવા વર્ષની શરૂઆતમાં મધ્ય નેલ્સનમાં પગપાળા પેટ્રોલિંગ કરતી વખતે વાહને ટક્કર માર્યા બાદ મૃત્યુ થયું હતું.
16 જાન્યુઆરીના રોજ નેલ્સનના ટ્રફાલ્ગર સેન્ટર ખાતે સેંકડો લોકોની હાજરીમાં સંપૂર્ણ પોલીસ સન્માન સાથે અંતિમ સંસ્કાર બાદ, 62 વર્ષીય પોલીસ ઓફિસરને અંતિમ વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છે કે 38 વર્ષીય પોલીસ અધિકારી ન્યુઝીલેન્ડમાં ફરજ બજાવતી વખતે માર્યા ગયેલી પ્રથમ પોલીસ મહિલા હતી.
Leave a Reply