DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

Auckland : તાકાનીનીમાં ચાકુ વડે હુમલો, 3ની હાલત ગંભીર, આરોપીની ધરપકડ

Takanini Stabbing Incident, Auckland, New Zealand Crime,

શુક્રવારે રાત્રે 7.50 વાગ્યે બની ઘટના, આરોપી અને ઇજાગ્રસ્ત લોકો એકબીજાને જાણતા હતા- પોલીસનું નિવેદન, આરોપીને તાકાનીની સ્કૂલ રોડ પાસેથી ઝડપી લેવાયો

Takanini Stabbing Incident : એકતરફ જ્યાં ન્યૂઝીલેન્ડમાં ગુનાખોરી ઘટી હોવાના દાવા સરકાર દ્વારા થઇ રહ્યા છે ત્યાં છેલ્લા એક અઠવાડિયામાં વધુ એક મોટી ઘટના ઓકલેન્ડમાં બની છે. સાઉથ ઓકલેન્ડના તાકાનીનીમાં શુક્રવારે રાત્રે 7.50 કલાકની આસપાસ એક વ્યક્તિએ આંતરિક વિખવાદમાં 3 વ્યક્તિઓને ચાકુ માર્યું છે. જેમાં ત્રણેયની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

ગઈકાલે રાત્રની હિંસક ઘટના બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ કુટુકુટુ સ્ટ્રીટ પરના એક ઘરમાં સાંજે 7:50 વાગ્યાની આસપાસ એકબીજાને ઓળખતા લોકો વચ્ચે ઝઘડો થયા જીવલેણ હુમલો કરાયો હતો. છરાના ઘાથી ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નજીકના વ્યવસાય માલિક કમલ સિંહે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે પીડિતો સાથે નાના બાળકો હતા, પરંતુ તેમને ખાતરી નહોતી કે ઘટના કેવી રીતે બની હતી. તેમણે પીડિતો સાથે એમ્બ્યુલન્સમાં એક નાનું બાળક રડતું જોયું હતું. સિંહે ઘટનાસ્થળે એક હેલિકોપ્ટર, ઘણી પોલીસ કાર અને એમ્બ્યુલન્સ પણ થોડીવારમાં પહોંચી હતી તેમ જણાવ્યું હતું.

પોલીસ ઇગલ હેલિકોપ્ટરની મદદથી તાકાનીની સ્કૂલ રોડ પર એક 34 વર્ષીય વ્યક્તિની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. તે ઘટનાસ્થળેથી કારમાં નાસી છૂટ્યો હતો. હવે તેના પર ગંભીર નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ઘાયલ કરવાના ત્રણ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને આજે માનુકાઉ જિલ્લા કોર્ટમાં હાજર કરાશે.