ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને પીએમ મોદી કાર્યક્રમનું 17મી માર્ચે કરશે ઉદ્ઘાટન
રાયસીના ડાયલોગ 2025 ની થીમ આ વર્ષે કાલચક્ર રાખવામાં આવી છે. પીપલ, પીસ, પ્લાનેટ
ભારતના મુખ્ય ભૂ-રાજકીય અને ભૂ-અર્થશાસ્ત્ર પરિષદ, રાયસીના સંવાદની દસમી આવૃત્તિ, 17 થી 19 માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન 2025 સમિટમાં મુખ્ય મહેમાન છે. તેમની સાથે ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીય ડાયસ્પોરા, ઉદ્યોગપતિઓ, મીડિયા, ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓના ઉચ્ચ-સ્તરીય જૂથ જોડાશે.
રાયસીના ડાયલોગનું આયોજન કોણ કરે છે અને શું છે મહત્વ ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે પરિષદનું ઉદ્ઘાટન કરશે. રાયસીના સંવાદ દર વર્ષે યોજવામાં આવે છે અને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારીમાં ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. આ રાજકારણ, ઉદ્યોગ, મીડિયા અને નાગરિક સમાજના આંતરરાષ્ટ્રીય નેતાઓનો વાર્ષિક મેળાવડો છે જે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સંરક્ષણ, આબોહવા પરિવર્તન, સાયબર સુરક્ષા અને વેપાર સહિત વિવિધ વર્તમાન મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાના માર્ગો શોધે છે.
આ વર્ષે રાયસીના ડાયલોગની શું છે થીમ ?
રાયસીના સંવાદ 2025 ની થીમ આ વર્ષે કાલચક્ર રાખવામાં આવી છે. પીપલ, પીસ, પ્લાનેટ. આ ત્રણ શબ્દો પર આધારિત 10મી આવૃત્તિએ વિશ્વમાં ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાના સમયનો ઉલ્લેખ કરે છે. જેમાં વિવિધ દેશોના નામાંકિત સ્પીકર્સ વિવિધ વિષય પર પોતાના વક્તવ્યો રજૂ કરશે. જેમાં સમય શાશ્વત છે, પરિવર્તન સતત છે, રાજકારણ દિશાઓ બદલી નાખે છે, તકો પુષ્કળ છે અને તેમને સ્વીકારવાનો સમય જેવા વિષયો સામેલ છે.
કોણ ભાગ લઈ રહ્યું છે?
આ પરિષદમાં વિવિધ દેશોના અગ્રણી નેતાઓ, જેમાં રાજ્યના વડાઓ અને સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ પોતાના વક્તવ્ય દ્વારા પોતાના વિચારો રજૂ કરે છે. આ વર્ષે, યુક્રેનિયન વિદેશ પ્રધાન આન્દ્રી સિબિહા આ પરિષદમાં ભાગ લે તેવી શક્યતા છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગેબાર્ડ પણ તેમના માતૃ-રાષ્ટ્ર ઇન્ડો-પેસિફિક પ્રવાસના ભાગ રૂપે આ પરિષદમાં હાજરી આપશે. પરંતુ તેનુંં સત્તાવાર સમર્થન હજુ સુધી ઓથોરિટી દ્વારા મળ્યું નથી.
નેપાળના વિદેશ પ્રધાન, આરઝુ રાણા દેઉબા પણ સંવાદમાં હાજરી આપશે. દેઉબા ભારત સરકારના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને કેટલાક વિદેશી સહભાગીઓને પણ મળે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ, જેમને સંવાદમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જોકે તેઓ વ્યસ્ત શિડ્યુઅલના કારમે હાજરી આપી શકશે નહીં.
એસ્ટોનિયા, નેધરલેન્ડ, નોર્વે, ઇટાલી, આયર્લેન્ડ, લિથુઆનિયા, સ્લોવેનિયા અને તુર્કીના ટોચના અધિકારીઓ અને ઘણા યુરોપિયન પ્રધાનો પણ હાજર રહેશે.
ત્રણ દિવસીય પરિષદમાં ટોચના ઉદ્યોગ નેતાઓ, સીઈઓ, શિક્ષણવિદો અને સંશોધકો પણ ભાગ લેશે.
રાયસીના કોન્ફરન્સના 2025 સંસ્કરણમાં આઠ પ્રદેશોમાંથી સરકારી અને વૈશ્વિક બાબતોની 60 ટોચની સ્કૂલ્સ ભાગ લેશે.
Leave a Reply