દિલ્હીમાં FICCIના કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને ભારતના ટ્રેડ મિનિસ્ટર પીયુષ ગોયલે મજાકિયા અંદાજમાં 60 દિવસમાં ડીલ પૂર્ણ કરવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો


સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડા પ્રધાન લક્સન વચ્ચેની મુલાકાત પહેલાં, બંને દેશોએ લગભગ 10 વર્ષ પછી પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. “ચાલો આપણે આ સંબંધને આગળ વધારીએ,” ભારતની મુલાકાતે આવેલા લક્સને મંગળવારે ઉદ્યોગ સંગઠન FICCI ના એક કાર્યક્રમમાં કહ્યું.
પીયુષ ગોયલે કહ્યું, બંને દેશો વચ્ચેનો વેપાર 10 વર્ષમાં 10 ગણો વધી શકે
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર આગામી 60 દિવસમાં હસ્તાક્ષર થઈ શકે છે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને મંગળવારે આ આશા વ્યક્ત કરી હતી. આ કરારને કારણે, બંને દેશો વચ્ચેનો વેપાર 10 વર્ષમાં 10 ગણો વધી શકે છે.
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડા પ્રધાન લક્સન વચ્ચેની મુલાકાત પહેલાં, બંને દેશોએ લગભગ 10 વર્ષ પછી પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી. “ચાલો આપણે આ સંબંધને આગળ વધારીએ,” ભારતની મુલાકાતે આવેલા લક્સને મંગળવારે ઉદ્યોગ સંગઠન FICCI ના એક કાર્યક્રમમાં કહ્યું. મને આશા છે કે 60 દિવસમાં પ્રધાનમંત્રી મોદી સાથે આ કરાર પર હસ્તાક્ષર કરીશ.
જોકે, વેપાર નિષ્ણાતો માને છે કે સફરજન, કીવી, ડેરી અને વાઇન જેવા કૃષિ ઉત્પાદનો પર ડ્યુટી છૂટ આપવાના મુદ્દા પર વાટાઘાટો દરમિયાન થોડી મુશ્કેલી પડી શકે છે. તે જ સમયે, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, બંને દેશો સાથે મળીને આગામી 10 વર્ષમાં વેપારમાં 10 ગણો વધારો હાંસલ કરી શકે છે. તેમણે કહ્યું કે જો બંને દેશો પૂરક અર્થતંત્રોની ભાવનાથી કામ કરે, તો કોઈપણ સમયે એકબીજા સાથે સ્પર્ધા કરવાની ભાગ્યે જ જરૂર પડશે.
Leave a Reply