પેસિફિક ઓસન ટીમને પ્રથમ વાર ફૂટબોલ વિશ્વ કપમાં સીધો પ્રવેશ, ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાયેલી મેચમાં જીત સાથે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાનાર વિશ્વ કપ માટે ક્વોલિફાઇ


ન્યુઝીલેન્ડ તેના ફૂટબોલ ઇતિહાસમાં ફક્ત ત્રીજી વખત પુરુષોના ફૂટબોલ વર્લ્ડ કપમાં પ્રવેશ કરવામાં સફળ
આજે રAucklandના ઇડન પાર્ક ખાતે ઉત્સાહી ન્યૂ કેલેડોનિયા ટીમ પર 3-0 થી વિજય મેળવતાંની સાથે જ ન્યૂઝીલેન્ડે 2026ના ફૂટબોલ વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ઉત્તર અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી ટુર્નામેન્ટમાં આ જીત સાથે સીધો પ્રવેશ કર્યો છે.
પ્રથમ હાફ ગોલ કરવાના અનેક ચાન્સ ન્યૂઝીલેન્ડે ગુમાવ્યા હતા. જેથી પહેલા કલાકમાં જ ન્યૂઝિલેન્ડ ફિલ્ડ પર નર્વસ જોવા મળ્યું. જો કે બીજા હાથમાં આખરે માઈકલ બોક્સોલે કોર્નરથી હેડ કરીને ઓલ વ્હાઇટ્સને 62મી મિનિટે લીડ અપાવી.
કોસ્ટા બાર્બરોઉસેસ અને એલિજાહ જસ્ટને પણ ગોલ કરીને ન્યૂઝીલેન્ડને અવિસ્મરણીય જીત અપાવી હતી.
ઓલ વ્હાઇટ્સ અગાઉ 1982 અને 2010 માં વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે અને ત્રીજી વખત એવું બનશે કે ન્યૂઝીલેન્ડ ફૂટબોલ વિશ્વ કપમાં પહોંચી ગયું છે.
Leave a Reply