બ્રાઉન ગયા ગુરુવારે ઓકલેન્ડ કાઉન્સિલની ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં ડ્રાઇવિંગ દરમિયાન ઓનલાઇન મીટિંગમાં હાજર રહ્યા હતા


જો ગુનો સાબિત થશે તો 20 ડિમેરીટ્સ અને $150ના દંડની શક્યતા
ઓકલેન્ડના મેયર વેન બ્રાઉન સામે ફોન કોલ કરતી વખતે વાહન ચલાવવા બદલ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્રાઉન ગયા ગુરુવારે ઓકલેન્ડ કાઉન્સિલની ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં ફોન પર આવ્યા હતા જ્યારે તેઓ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.
આ વિડીયો કોલ લગભગ ત્રણ મિનિટ ચાલ્યો હતો અને બ્રાઉન મીટિંગમાં અધિકારીઓને પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કરી રહ્યા હતા, સાથે સાથે તેમના અરીસાઓ તપાસતા અને રસ્તા પર નજર રાખતા હતા. એક સમયે મીટિંગ દરમિયાન હાસ્યનો અવાજ પણ સંભળાતો હતો. ફોન કોલના અંતે, સમિતિના અધ્યક્ષ એન્ડ્રુ બેકર બ્રાઉનને “હેપ્પી ડ્રાઇવિંગ” કહે છે.
બ્રાઉને આ ઘટના માટે માફી માંગી છે, અને તેમની માફી તેમના સાથીદારોને પહોંચાડવામાં આવી છે. એક નિવેદનમાં, મેયરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ “મોટાભાગે” ઘરે ઓનલાઈન મીટિંગમાં હાજરી આપી હતી, પરંતુ “તેમના આગામી કાર્યક્રમમાં વાહન ચલાવતી વખતે, હેન્ડ્સ ફ્રી સાથે મીટિંમાં હાજરી યથાવત્ રાખી હતી.”
પ્રવક્તાએ કહ્યું હતું કે બ્રાઉને સ્વીકાર્યું કે તેમનું વર્તન યોગ્ય ન હતું અને “નિર્ણયમાં ભૂલ માટે માફી માંગે છે”. નોંધનીય છે કે ફોન કોલ પર હોવાની સાથે વાહન ચલાવવા પર $150 નો દંડ અને 20 ડિમેરિટ પોઈન્ટ છે.
પોલીસે જણાવ્યું હતું કે બ્રાઉનના કોલના સંબંધમાં સંજોગો સ્થાપિત કરવા માટે તપાસ પ્રારંભિક તબક્કામાં છે. “અમે આ માહિતી એકત્રિત કરવાની અને પૂછપરછ કરવાની પ્રક્રિયામાં છીએ, જે આગામી યોગ્ય પગલાં નક્કી કરશે.”
Leave a Reply