DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઓકલેન્ડના રહેવાસીએ પાવરબોલમાં $23.3 મિલિયનનો જેકપોટ જીત્યો

પ્રતિકાત્મક તસવીર

માય લોટ્ટો દ્વારા આ વર્ષે 8મો વ્યક્તિ મિલિયોનર બન્યો, ઓકલેન્ડના વ્યક્તિએ ઓનલાઇન ટીકિટ ખરીદી હતી, લોટો ફર્સ્ટ ડિવિઝનમાં અન્ય બે ભાગ્યશાળી ખેલાડીઓએ પણ $333,333ની જીત મેળવી

Lotto, Powerball Winner, Auckland, New Zealand,
પ્રતિકાત્મક તસવીર

બુધવારની રાત્રે ડ્રો થયેલા પાવરબોલમાં ઓકલેન્ડના એક ભાગ્યશાળી ખેલાડીએ $23.3 મિલિયનનું જંગી ઇનામ જીત્યું છે. વિજેતાએ માયલોટો દ્વારા ટિકિટ ખરીદી હતી અને પાવરબોલના $23 મિલિયન તેમજ ફર્સ્ટ ડિવિઝનના $333,333ના ઇનામના હિસ્સા તરીકે આ રકમ મેળવી છે. આ વર્ષે પાવરબોલમાં મલ્ટિ-મિલિયન ડોલર જીતનાર તેઓ આઠમા વ્યક્તિ છે.

બુધવારની રાતના છેલ્લા ડ્રોના વિજેતા નંબરો 10, 31, 24, 19, 22 અને 40 હતા, જેમાં બોનસ બોલ 37 અને પાવરબોલ 1 હતો.

આ ઉપરાંત, લોટો ફર્સ્ટ ડિવિઝનમાં અન્ય બે ભાગ્યશાળી ખેલાડીઓએ પણ $333,333ની જીત મેળવી છે. આ ટિકિટોમાંથી એક ઓકલેન્ડના પાક’નસેવ મેંગેરે ખાતેથી અને બીજી વાઇકાટોના એક ખેલાડી દ્વારા માયલોટો પરથી ખરીદવામાં આવી હતી.

દરમિયાન, ઓકલેન્ડના અન્ય એક ખેલાડીએ માયલોટો દ્વારા સ્ટ્રાઇક ફોરમાં $1 મિલિયનનું ઇનામ જીત્યું છે.

ઉલ્લેખનીય છે કે લગભગ ચાર મહિના પહેલાં ન્યૂ યર્સ ડે પર પાપામાઓના ફ્રેશ ચોઈસ ખાતેથી ખરીદવામાં આવેલી $500,000ની લોટો ટિકિટ હજુ પણ ક્લેમ થયા વિનાની છે. લોટો એનઝેડે તે વિસ્તારના લોકોને તેમની ટિકિટ તપાસવા વિનંતી કરી છે.

2025માં પાવરબોલના અન્ય મોટા વિજેતાઓમાં વેલિંગ્ટનના એક વ્યક્તિએ જાન્યુઆરીમાં $7 મિલિયન, તારાનાકીના એક વ્યક્તિએ જાન્યુઆરીમાં $૮.૩ મિલિયન, હેમિલ્ટનના એક વ્યક્તિએ ફેબ્રુઆરીમાં $10.5 મિલિયન, વાઇહીના એક વ્યક્તિએ ફેબ્રુઆરીમાં $10.5 મિલિયન, ક્રાઇસ્ટચર્ચ અને ડ્યુનેડિનના બે વ્યક્તિઓએ માર્ચમાં $5.5 મિલિયન અને પોર્ટ ચાલ્મર્સના એક વ્યક્તિએ માર્ચમાં $5.3 મિલિયન જીત્યા હતા.

માયલોટો પર જીતનાર ખેલાડીઓને $1000 સુધીની રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે, જ્યારે $1000થી વધુની રકમ માટે તેમણે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.