અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને પ્લેન હોસ્ટેલ બિલ્ડિંગમાં અથડાયું


મોદી-શાહ-CM અમદાવાદ આવવા રવાના; મોદીએ X પર કહ્યું- નિ:શબ્દ કરી દેતી દુર્ઘટના
સિવિલ હોસ્પિટલ પાસે રેસીડન્ટ ડોક્ટર જ્યાં રહેતા હતા એ બિલ્ડીંગ પર પ્લેન અથડાયું છે. જેના પગલે 20 જેટલા ડોક્ટર્સના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માત સમયે વિમાનમાં લગભગ 242 લોકો સવાર હોવાનું કહેવાય છે. દરમિયાન વિમાન દુર્ઘટના અંગે અનેક પ્રકારની માહિતી સામે આવી છે જેમાંથી સૌથી મહત્વપૂર્ણ એ છે કે દુર્ઘટના પહેલા વિમાનના પાયલોટે નજીકના ATC ને એક સંકેત મોકલ્યો હતો, જે ખતરાની નિશાની હતી અને તેના થોડીવાર પછી વિમાન ક્રેશ થઈ ગયું હતું.
ગુરુવાર અને 12 જૂન, 2025ના બપોર 1.38 વાગ્યે ટેકઓફ થયેલી આ ફ્લાઇટમાં 242 પેસેન્જર અને ક્રુ મેમ્બર સવાર હતા. જેમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝનો સમાવેશ થાય છે. દુર્ઘટના સ્થળ પર ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. પ્લેન ક્રેશની સુચના મળવાની સાથે જ ઘટના સ્થળ પર ઈમરજન્સી સર્વિસની ટીમ પહોંચી ગઈ છે અને ઘાયલ પેસેન્જર્સને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ચારે તરફ અફરા તફરીનો માહોલ છે.
બ્લેક બોક્સ શોધવાની કામગીરી ચાલુ
એરપોર્ટ અને એરલાઇન્સનો સ્ટાફ બ્લેક બોક્સ શોધી રહ્યો છે. આ પ્લેનમાં પ્લેનના અંતિમ ક્ષણોની વાતો રેકોર્ડ હોય છે.












Leave a Reply