DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઓકલેન્ડમાં ન્યૂ લીન ટ્રેન સ્ટેશન પર લૂંટફાટ, 16 વર્ષીય કિશોરની ધરપકડ

New lynn Train Station, Auckland, Robbery incident,

રાત્રે 11.30 કલાકે ન્યૂ લિન સ્ટેશન પર બસમાંથી ઉતરેલા એક વ્યક્તિને યુવાનોના જૂથે નિશાન બનાવ્યો, ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિની શોધ

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ઓકલેન્ડના ન્યૂ લિન ટ્રેન સ્ટેશન (New Lynn Train Station) પર મંગળવારે રાત્રે થયેલી હિંસક લૂંટના સંબંધમાં પોલીસે એક 16 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. પોલીસ હજુ પણ આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિની શોધ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે એક વ્યક્તિ બસમાંથી ઉતરીને ન્યૂ લિન ટ્રેન સ્ટેશન પર પહોંચ્યો હતો. તે દરમિયાન યુવાનોના એક જૂથે તેનો પીછો કર્યો હતો. આ જૂથમાંથી બે લોકોએ તે વ્યક્તિ પર હુમલો કરીને તેની ઘડિયાળ છીનવી લીધી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પીડિતને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.

વાઇટેમાટા સીઆઈબીના ડિટેક્ટિવ સિનિયર સાર્જન્ટ જોશ લૌટોગોએ જણાવ્યું કે, આ ઘટના બાદ ગુનેગારોને શોધવા માટે પોલીસ ડોગની મદદ લેવામાં આવી હતી. પોલીસ ડોગને એક આરોપીને ટ્રેક કરવામાં સફળતા મળી હતી અને તેને નજીકના વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી 16 વર્ષનો કિશોર છે. લૌટોગોએ આ હુમલાને “કાયરતાપૂર્ણ” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આવી હિંસક વર્તણૂક સાંખી લેવામાં આવશે નહીં.

પોલીસ આ ગુનામાં સામેલ બીજા આરોપીને શોધવા માટે સકારાત્મક દિશામાં તપાસ કરી રહી છે. જો કોઈ પણ વ્યક્તિ પાસે આ ઘટના અંગે કોઈ માહિતી હોય, તો તેઓ રેફરન્સ નંબર 250806/9635 સાથે 105 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.