DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ટ્રમ્પ વૉર 2.0 : ભારત હવે 50% ટેરિફ લગાડ્યો, સેકંડરી સેન્ક્શન લગાવવાની પણ ધમકી

India US Tariff War, Donald Trump, Secondary Sanction, America Trade war, Russia Oil, India-russia Oil Deal,

ભારતે આ પગલાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યું, કહ્યું- આ નિર્ણય દેશના હિતોની વિરુદ્ધ છે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર અમેરિકાએ 50% ટેરિફ લાદ્યો

India US Tariff War, Donald Trump, Secondary Sanction, America Trade war, Russia Oil, India-russia Oil Deal,

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ આયાત કરવા બદલ ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને સાથે જ “સેકન્ડરી સેંકશન” (ગૌણ પ્રતિબંધો) લગાવવાના સંકેત પણ આપ્યા છે. ભારતે આ પગલાની આકરી નિંદા કરી છે અને તેને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ” તથા રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ ગણાવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેમણે ભારત પર 25% વધારાના ટેરિફનો અમલ કર્યો હતો. એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે ભારતની જેમ ચીન પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે, છતાં ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવ્યું? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, “હમણાં તો માત્ર 8 કલાક થયા છે… તમને હજી વધુ જોવા મળશે. તમને ઘણા સેકન્ડરી સેંકશન જોવા મળશે.” ટ્રમ્પે ચીન પર પણ આવા જ પ્રતિબંધો લગાવવાની શક્યતા વ્યક્ત કરી છે.

ટ્રમ્પની દલીલ અને ભારતની પ્રતિક્રિયા: ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવાનો ઇનકાર કરી રહ્યું છે, જે અમેરિકા માટે “રાષ્ટ્રીય સુરક્ષા” નો મુદ્દો છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ભારત પર યુક્રેનમાં રશિયન યુદ્ધને આડકતરી રીતે નાણાકીય સહાય કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

આ નિર્ણય પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ નિર્ણય ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે. ભારતે સ્પષ્ટતા કરી કે તેની ક્રૂડ ઓઈલની આયાત બજાર-આધારિત છે અને તેનો મુખ્ય ઉદ્દેશ 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાનો છે. સરકારે એમ પણ કહ્યું કે, આ રીતે માત્ર ભારતને નિશાન બનાવવું “અનુચિત, અન્યાયી અને પાયાવિહોણું” છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવા તૈયાર છે.

ટેરિફની વિગતો:

  • આ રીતે, ભારત પર કુલ 50% બેઝલાઇન ટેરિફ લાગુ થશે. આ પહેલીવાર છે જ્યારે ટ્રમ્પે રશિયાના વેપારી ભાગીદારો પર આ પ્રકારનો “સેકન્ડરી ટેરિફ” લાદ્યો છે.
  • ટ્રમ્પે 30 જુલાઈએ ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે 7 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે.
  • 6 ઓગસ્ટે, તેમણે બીજા 25% વધારાના ટેરિફની જાહેરાત કરી, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે.

યુરોપિયન યુનિયનના રશિયા સાથે ગાઢ સંબંધો
યુરોપિયન યુનિયનની વાત કરીએ તો, તે રશિયા સાથે સતત વેપાર કરી રહ્યું છે. જોકે, એ સાચું છે કે તેનો વેપાર ઘટ્યો છે. તેમ છતાં, ટ્રમ્પ યુરોપિયન યુનિયન પ્રત્યે દયાળુ છે. અહેવાલ મુજબ, રશિયા સાથેનો તેનો કુલ વેપાર 2021 માં 257.5 બિલિયન યુરો (297.4 બિલિયન ડોલર) થી ઘટીને 2024 માં 67.5 બિલિયન યુરો (77.9 બિલિયન ડોલર) થયો છે.

ટ્રમ્પે કયા દેશો પર વધુ ટેરિફ લગાડ્યા
ટ્રમ્પના નવા આદેશ પછી, ભારત સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે. NDTV ના અહેવાલ મુજબ, ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ લાદ્યો છે. હવે ભારત અને બ્રાઝિલ બંને એક જ સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત, સ્વિટ્ઝર્લૅન્ડ (39 ટકા), કેનેડા અને ઇરાક (35 ટકા) અને ચીન (30 ટકા) પણ સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે.