DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ન્યુઝીલેન્ડમાં શિયાળાના અંત પહેલા ફરીથી ઠંડીનો ચમકારો

Cold Wave, New Zealand Winter, Springs, Met Service,

દક્ષિણ-પૂર્વીય ઠંડા પવનોના કારણે ઠાર, બરફવર્ષા અને બર્ફીલી સ્થિતિ જળવાઈ રહેશે, પરંતુ સપ્તાહના મધ્યથી હવામાન સ્વચ્છ બનશે

Cold Wave, New Zealand Winter, Springs, Met Service,
New Zealand Transport Agency’s web camera of Lindis Pass at 11am on Saturday. Photo: Supplied / New Zealand Transport Agency

આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: શિયાળાની વિદાયની તૈયારીઓ વચ્ચે ન્યુઝીલેન્ડના મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બર્ફીલા પવનો અને ઠાર જેવી સ્થિતિને કારણે લોકોએ ફરી એકવાર ગરમ કપડાં બહાર કાઢવા પડ્યા છે. જોકે, સપ્ટેમ્બર 23 (વસંતની શરૂઆત) નજીક આવી રહી છે, ત્યારે આ ઠંડીનો દોર લાંબો ચાલશે નહીં.

મેટસર્વિસના જણાવ્યા અનુસાર, આ સપ્તાહે હવામાનમાં ખાસ ફેરફાર નહીં થાય. દક્ષિણ-પૂર્વીય ઠંડા પવનોના કારણે ઠાર, બરફવર્ષા અને બર્ફીલી સ્થિતિ જળવાઈ રહેશે. મેટસર્વિસના હવામાનશાસ્ત્રી ડેવલિન લિન્ડેને જણાવ્યું કે, “આ હવામાન પ્રણાલી દક્ષિણમાંથી ઠંડી હવાને ઉપર તરફ ધકેલી રહી છે. પૂર્વના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સપ્તાહના મધ્ય સુધી રહેશે, પરંતુ અન્ય વિસ્તારોમાં ઠંડા, સૂર્યપ્રકાશવાળા શિયાળાના દિવસો જોવા મળશે.” તેમણે કહ્યું કે બુધવાર સુધીમાં વાદળો વિખેરાઈ જશે.

હવામાનની અન્ય અસર અને સ્કી પ્રેમીઓ માટે ખુશખબર: ઠંડા હવામાનને કારણે આ સપ્તાહની શરૂઆતમાં નોર્થ આઇલેન્ડનો ડિઝર્ટ રોડ – સ્ટેટ હાઇવે 1 – બરફવર્ષાને કારણે બંધ રહ્યો હતો. ઉપરાંત, ભારે પવન અને મોજાંને કારણે વિકેન્ડમાં કૂક સ્ટ્રેટ પેસેન્જર ફેરી સેવાઓ પણ રદ કરવામાં આવી હતી.

જોકે, સ્કી પ્રેમીઓ માટે આ સારા સમાચાર લઈને આવ્યું છે. મેટસર્વિસે જણાવ્યું છે કે, સપ્તાહના અંતે કેન્ટરબરી સહિત કેટલાક સ્કી ફીલ્ડ્સ પર તાજો બરફ પડવાની સંભાવના છે. લિન્ડેને સ્કી પ્રેમીઓને સલાહ આપી છે કે, “સવારમાં ગરમ કપડાં પહેરો, બર્ફીલા રસ્તાઓથી સાવચેત રહો અને સપ્તાહના મધ્યમાં વાદળો હટી જાય પછી તડકાવાળી બપોરનો આનંદ માણો.”