DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

A Scientist with Political vision : ‘બાલા વેણુ બીરમ’ પુકેતાપાપાના પડકારોને ઉકેલવા ચૂંટણીના મેદાનમાં…!

Auckland Council and Local Board Election, Bala Venu BEERAM, Mount Roskill-Puketāpapa board Candidate,

Puketāpapa Local Board election 2025 : કુલ 15 ઉમેદવારો વચ્ચે જંગ, ‘આપણું ગુજરાત ન્યૂઝ’ સાથેની ખાસ મુલાકાતમાં ભારતીય મૂળના ઉમેદવારે રેટ્સ, સુરક્ષા અને ટ્રાફિક જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

‘આપણું ગુજરાત ન્યૂઝ’. ઓકલેન્ડ: ઓકલેન્ડ કાઉન્સિલ અને લોકલ બોર્ડની ચૂંટણીમાં એક એવા ઉમેદવારે જંપલાવ્યું છે જે છેલ્લા 20 વર્ષતી વૈજ્ઞાનિક છે પરંતુ રાજકારણમાં આવવું હંમેશા તેમનું સપનું રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ માઉન્ટ રોસ્કિલ-પુકેતાપાપા લોકલ બોર્ડની રેસમાં ભારતીય મૂળના ઉમેદવાર બાલા વેણુ બીરમની (Bala Venu Beeram). જેમણે C&R ટીમ તરફથી ઝંપલાવ્યું છે

‘આપણું ગુજરાત ન્યૂઝ’ સાથેની ખાસ વાતચીતમાં બાલાએ જણાવ્યું કે, “જેમ ન્યૂઝીલેન્ડ એક વિવિધતાપૂર્ણ દેશ છે, તેમ માઉન્ટ રોસ્કિલ પણ એક એવો વિસ્તાર છે જ્યાં વિશ્વના વિવિધ દેશોના લોકો વસે છે. આ એક વિવિધતાપૂર્ણ સબર્બ છે અને C&R ટીમ અહીંના સ્થાનિકોની સમસ્યાઓને સતત સાંભળી રહી છે.” ”હું ભલે 20 વર્ષથી સાયન્ટિસ્ટ હોઉં પરંતુ સ્કૂલ સમયથી જ મને રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા હતી.”

R.R.R. પર સૌથી વધુ ફોકસ, રેટ્સ, રબીશ અને રિડેવલમેન્ટ એ પ્રાધાન્ય
ઇન્ટરવ્યૂ દરમિયાન, બાલાએ (Bala Venu Beeram) તેમના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં RRR પોલિસી પર સૌથી વધુ ફોકસ છે. આ ચૂંટણીમાં રેટ્સ, રબીશ અને રીડેવલમેન્ટ પર ફોકસ કર્યું છે. તેમણે જણાવ્યું કે, કાઉન્સિલ રબીશ કલેક્શનને પખવાડિયા (fortnightly)માં એકવાર ઉઠાવવા જઇ રહી છે અને તેમની ટીમે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. આ ઉપરાંત, કાઉન્સિલના વધતા જતા રેટ્સ તથા વિસ્તારના રિડેવપમેન્ટની સાથે કાઉન્સિલની વધતી મનમાની (monopoly) પણ એક મોટો મુદ્દો છે.

પ્રચાર કાર્ય વખતેની તસવીર.

તેમણે માઉન્ટ રોસ્કિલની દુકાનોની સુરક્ષા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે તેઓ પાર્કની સંખ્યા વધારવા તેમજ તેનો ઉપયોગ સરળ બને તેવા પ્રયાસો કરશે. પાર્ક્સની આસપાસ અને રોડ-ફૂટપાથ પર પોલીસ પેટ્રોલિંગ વધારવા જેવા મુદ્દા તેમણે પ્રચારમાં ઉઠાવ્યા હતા. જેમાં ડોમિનિયન રોડ પરના ડેનબે (Denbigh Avenue) ઇન્ટરસેક્શન પર ટ્રાફિકના પુનર્વિકાસ (redevelopment) માટે કાઉન્સિલને રજૂઆત કરવામાં આવશે.

સમુદાયના કેન્દ્રોની સુવિધા સુધારવી પણ તેમની પ્રાથમિકતા છે. “અમે કોમ્યુનિટી સેન્ટર પરની લાઇબ્રેરી અને ઇવેન્ટ સેન્ટરમાં વધુ સુવિધાઓ માટે માંગ કરીશું. થ્રી કિંગ્સ કોમ્યુનિટી સેન્ટરની સુવિધાઓ વધારાઈ છે અને મે રોડ કોમ્યુનિટી સેન્ટરનું રિડેવલપમેન્ટ પણ શરૂ છે, જ્યારે ડોમિનિયન રોડ સેન્ટર માટે પણ અમે કામ કરીશું.” તેમણે વધુમાં જણાવ્યું કે પૂર (floods) સામે રક્ષણ આપવા માટે સ્ટોર્મ વોટર લાઈન વધુ સારી રીતે કાર્યરત થાય તે દિશામાં પણ પ્રયત્નો કરાશે.

વૈજ્ઞાનિકની વિચારધારા: શા માટે બાલા અન્યથી અલગ છે?
એક શિક્ષક અને વૈજ્ઞાનિક તરીકેનો તેમનો અનુભવ તેમને અન્ય ઉમેદવારોથી અલગ પાડે છે. બાલા 8 વર્ષ શિક્ષક અને 20 વર્ષથી વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા બાલા પાસે 28 વર્ષનો વ્યાવસાયિક અનુભવ છે. તેઓ અને તેમની પત્ની દાયકાઓથી આ વિસ્તારમાં રહે છે અને અહીં જ તેમની પુત્રીનો ઉછેર કર્યો છે.

20 વર્ષથી તેઓ વિવિધ સામાજિક પહેલમાં સક્રિયપણે જોડાયેલા છે, જેમાં ચેરિટી માટે ફંડ એકત્રિત કરવા, બ્લડ ડ્રાઈવ, રમતગમત કાર્યક્રમો અને વૃક્ષારોપણનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓએ તેમને એશિયન અને સમગ્ર સમુદાયમાં મજબૂત સંબંધો બનાવવામાં મદદ કરી છે.

કયાં સુધી ચાલશે મતદાન પ્રક્રિયા ?
9મી સપ્ટેમ્બરથી મતદાનની પ્રક્રિયાનો આરંભ થયો છે. આગામી 11 ઓક્ટોબર સુધી ચાલનારા આ મતદાન બાદ 14 ઓક્ટોબરે મતગણતરી અને 17 ઓક્ટોબરે સત્તાવાર પરિણામો જાહેર થશે. છેલ્લા બે મહિનાથી તેમણે અને તેમની ટીમે માઉન્ટ રોસ્કિલ-પુકેતાપાપા વિસ્તારમાં ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપીને તેમણે 52 હજારથી વધુ મતદારો સુધી પોતાનો સંદેશ પહોંચાડ્યો છે.

ચૂંટણીમાં કેટલા એશિયન ઉમેદવારો છે?
ઓકલેન્ડ કાઉન્સિલ અનુસાર, 2013 પછી આ સૌથી વધુ ઉમેદવારો છે, જેમાં 477 ઉમેદવારો તમામ સ્તરે 172 હોદ્દાઓ માટે સ્પર્ધા કરી રહ્યા છે. ઓકલેન્ડના 13 વોર્ડનું પ્રતિનિધિત્વ 20 વોર્ડ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવે છે. કાઉન્સિલરો અને મેયર ઓકલેન્ડ કાઉન્સિલના ગવર્નિંગ બોડીની રચના કરે છે.

ઓકલેન્ડના વ્યક્તિગત ભાગોનું નેતૃત્વ 21 સ્થાનિક બોર્ડ દ્વારા સમુદાય સ્તરે કરવામાં આવે છે, જેમાં દરેકનું પ્રતિનિધિત્વ પાંચથી 11 સભ્યો કરે છે. કુલ મળીને 149 ચૂંટાયેલા બોર્ડ સભ્યો છે.

ઓકલેન્ડ કાઉન્સિલ અનુસાર, 2016 પછી પ્રથમ વખત એશિયન ઉમેદવારોની સંખ્યા અન્ય લઘુમતી જૂથો કરતાં વધી ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, ઓકલેન્ડ કાઉન્સિલના વસ્તી વિષયક સર્વેમાં જવાબ આપનાર 385 ઉમેદવારોમાંથી 16 ટકાએ એશિયન વારસાનો દાવો કર્યો હતો.

આમાંથી, 46 ટકાએ ભારતીય મૂળનો, 39 ટકાએ ચાઇનીઝ, 7 ટકાએ ઇન્ડો-ફિજિયન, 3 ટકાએ યુરેશિયન, 2 ટકાએ મલેશિયન અને 2 ટકાએ લાઓશિયન મૂળનો દાવો કર્યો હતો.

પશ્ચિમ ઓકલેન્ડમાં પણ ભારતીય વસ્તી નોંધપાત્ર છે, જેમાં દેશની ભારતીય વસ્તીના લગભગ 15 ટકા લોકો હેન્ડરસન-મેસી (4.5 ટકા), વાઉ (5.2 ટકા) અને પુકેતાપાપા (4.4 ટકા) ના સ્થાનિક બોર્ડ વિસ્તારોમાં રહે છે.