1 જુલાઇથી નવો નિયમ લાગુ થશે, ટી-વિઝામાં પણ ફેરફાર, હવે સ્ટડી વિઝા મેળવવાનું આસાન નહીં બને


ઓસ્ટ્રેલિયન સરકાર વિદેશી નાગરિકો માટે “વિઝા હોપિંગ” કરવાનું વધુ મુશ્કેલ બનાવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ માટે નવા વિઝા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી શકે છે. 1 જુલાઈથી એજ્યુકેશન વિઝા પોલિસીમાં જબરદસ્ત કડકાઈ છે. આ ઉપરાંત ટી-વિઝા પર રહેતા લોકો પર પણ કડકાઈ કરવામાં આવી રહી છે, જેની સીધી અસર ભારતીય મૂળના યુવાનો પર પડશે.
લોકો ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવે છે અને બાદમાં તેમના ટૂરિસ્ટ વિઝાને સ્ટડી વિઝામાં રૂપાંતરિત કરે છે. ત્યાંની નાની કોલેજોમાં એડમિશન લઈને તેઓ વર્ક વિઝા મેળવવામાં સફળ થાય છે. ત્યાં તેમને કામચલાઉ વિઝા આપવામાં આવે છે જેને T-Visa કહેવામાં આવે છે.
સ્ટડી વિઝા મેળવવું સરળ નથી
ઓસ્ટ્રેલિયામાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2022-23માં 30 હજારથી વધીને 150,000થી વધુ થઈ ગઈ છે. ખરેખર, ઓસ્ટ્રેલિયામાં કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ વિઝા મેળવવો સરળ નથી. IELTSમાં સારા સ્કોર સાથે, વિઝા અધિકારીઓ કુટુંબની આવક અને અન્ય માપદંડો પર વિશેષ ધ્યાન આપે છે. જેનું પરિણામ એ છે કે વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા મળી શકતા નથી. આ માટે તે પહેલા ટુરિસ્ટ વિઝા મેળવતા હતા અને ત્યાં ગયા બાદ તેને સ્ટડી વિઝામાં ફેરવતા હોયછે. આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા આવતા લોકો માટે નિયમો કડક કરવા અને સ્થળાંતરનું સ્તર ઘટાડવા માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા પરંતુ 1 જુલાઈથી સરકાર બે રૂટ બંધ કરશે જેના દ્વારા વિઝિટર વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધારક હવે ઓનશોર સ્ટુડન્ટ વિઝા એપ્લાઇ નહીં કરી શકે.
છેલ્લા એક વર્ષમાં 36 હજાર વિઝા અરજી પ્રાપ્ત થઇ હતી
1 જુલાઈ, 2023 થી મે 2024 ના અંત સુધીમાં 36,000 થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. જેમણે ટૂરિસ્ટ વિઝા લઈને ઓસ્ટ્રેલિયાની ધરતી પર આવ્યા બાદમાં ત્યાંની કોઈ નાની કોલેજમાં એડમિશન લઈને સ્ટડી વિઝા મેળવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં લગભગ 1.5 લાખ લોકો એવા છે જેમને કાયમી PR નથી મળ્યું.
સ્ટડી વિઝા એક્સપર્ટે જણાવ્યું હતું કે વિઝા સિસ્ટમ વધુ કડક કરવામાં આવી રહી છે. લોકો મોટી સંખ્યામાં વિઝિટર વિઝાનો લાભ લેતા હતા અને ત્યાં પહોંચ્યા બાદ તેમના વિઝા બદલાવી લેતા હતા, જેના કારણે ત્યાંની સિસ્ટમ પરેશાન થઈ રહી હતી અને એવા યુવાનો ત્યાં પહોંચી રહ્યા હતા જેમની પાસે આવડત અને શિક્ષણ નથી. હવે જે વિદ્યાર્થીઓ જશે તેઓ ભારતથી સ્ટડી વિઝા લઇને જ શકશે.
Leave a Reply