DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઈમીગ્રેશન ન્યૂઝીલેન્ડના આંકડા પ્રમાણે એક્રેડિટેડ એમ્પ્લોયર વર્ક વિઝાની સંખ્યામાં મોટો ઘટાડો, હાલ 271 એક્રેડિટેડ એમ્પ્લોયર સામે તપાસ આપણું ગુજરાત ન્યૂઝ.ન્યૂઝીલેન્ડમાં માઇગ્રન્ટ વર્કર્સ નું શોષણ એ કોઈ નવી વાત નથી. પહેલીવાર એમ્પ્લોયર નહીં પરંતુ ઈમિગ્રેશન એજન્ટ પણ તેમાં સામેલ છે તેવો આંકડો બહાર આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ઇમિગ્રેશન એડવાઇઝર્સ ઓથોરિટીએ 24 લાયસન્સ ધરાવતા એડવાઈઝર સામેની ફરિયાદોની સક્રિયપણે તપાસ શરૂ કરી ...

ફ્રૂટ શૉપથી સર્વોચ્ચ હોલ ઓફ ફેમ એવોર્ડ સુધીની આપણું ગુજરાત પર સફર, ભારતીય મૂળના કોઇ વ્યક્તિનો ન્યૂઝીલેન્ડ બિઝનેસ હોલ ઓફ ફેમમાં પહેલીવાર સમાવેશ કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યૂઝીલેન્ડમાં વસતા આજે દરેક ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે કે ગુજરાતી મૂળના રંજના પટેલને ન્યૂઝીલેન્ડ બિઝનેસ હોલ ઓફ ફેમ (NZBHOF)નો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરાયો છે. એક બિઝનેસ વુમન તરીકે એવોર્ડ મેળવનાર રંજના ...

2025ના ઇન્ટેક માટે 3 મહિના પહેલા સંભવિત ટ્રાવેલ ડેટના આગોતરા આયોજન સાથે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરવા ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની અપીલ, ઓક્ટોબરથી વિઝા ફીની સાથે એપ્લિકેશનનો પણ વધારો થશે ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે એક મોટી અપીલ કરી છે કે ઓક્ટોબર મહિના આસપાસ જ્યારે સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન સૌથી વધુ થતી હોય છે ત્યારે 3 મહિના પહેલા અરજી કરવા માટે અપીલ કરાઇ છે. ઇમિગ્રેશને જણાવ્યું છે ...

હજુ 10 મહિના પહેલા જ ગુજરાતી પરિવાર તૌપીરી આવ્યો હતો, પોલીસે હાલ ગંભીર અકસ્માતની તપાસ શરૂ કરી આપણું ગુજરાત ન્યૂઝ.હેમિલ્ટનથી 20 કિલોમીટર ઉત્તરે આવેલા તૌપીરીના ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડે તેવી ઘટના ઘટી છે. હજુ 10 મહિના પહેલા જ ભારતથી ન્યૂઝીલેન્ડ આવેલા પરિવારના 18 મહિનાના દિકરાનું ડ્રાઇવેમાં અકસ્માતમાં મોત નીપજ્યું છે. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી ...

રિઢા ગુનેગારની હિસ્ટરી 21 પાનામાં સમાયેલી, ઘર પર દરોડા પડ્યા બાદ ગુનાની કબૂલાત કરી, કોર્ટ ઓર્ડરમાં ફોનનો એક્સેસ મેળવ્યા બાદ ડ્રગ્સ ડીલનો ખુલાસો ન્યૂઝીલેન્ડમાં હવે ગુનાગારો બેફામ બન્યા છે અને કાયદો બૂઠ્ઠો છે તે અનેકવાર સામે આવ્યું છે. આવી જ એક બાબતને ઉજાગર કરતો એક કિસ્સો ક્રાઇસ્ટચર્ચમાં સામે આવ્યો છે જ્યાં એક રિઢા ગુનેગારે ઘરે બેઠા બેઠા જ 51 ડ્રગ્સ ...

હર હંમેશની માફક પોલીસ તપાસ શરૂ, ડ્રાઇવરના મોઢા પર હુમલાને પગલે ટાંકા લેવા પડ્યા, ભારતીય મૂળના ડ્રાઇવર પર હુમલાની ઘટનાથી યુનિયનમાં રોષ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડમાં ફરીથી એક વખત બસ ડ્રાઇવર પર હુમલાની ઘટના બની છે પરંતુ આ વખતે આ ઘટના એવન્ડલમાં એટલે કે વેસ્ટ ઓકલેન્ડમાં ઘટી છે. અગાઉ આપણે જોયું હતું કે બસ ડ્રાઇવર પરની હુમલાની ઘટના સેન્ટ્રલ ઓકલેન્ડ અથવા ...

સ્ટુડન્ટ, વર્ક, કેટલાક રેસિડેન્સી વિઝાના લેટર્સ અપલોડ કરવામાં મુશ્કેલી, સ્ટુડન્ટ્સને સૌથી વધુ હાલાકી ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની આઇટી સિસ્ટમમાં ફરીથી ખામી સર્જાઇ છે અને તેને કારણે કેટલાક વિઝા ધારકોને તેની માઠી અસર પહોંચી છે. કારણ કે તેઓના વિઝા મંજૂર કે નામંજૂર થયા છે તે અંગે તેઓને કોઇ માહિતી ઓનલાઇન નથી મળી રહી. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે જણાવ્યું છે કે આ સમસ્યા 27 ઓગસ્ટથી આવી ...

ઓકલેન્ડ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી, દિવસ દરમિયાન કોઇ બાબતે પડોશિયો વચ્ચે વિવાદ થયો હતો અને સાંજે ફાઇરિંગની ઘટના બની, 18 વર્ષીય યુવકનું મોત અને 3 ઇજાગ્રસ્ત આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડના ગ્રે લીનમાં ગતસાંજે શૂટઆઉટની ઘટના બની હતી, જેની પ્રાથમિક માહિતી આજે ઓકલેન્ડ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. ગ્રે લીનની આ ઘટનામાં એક યુવાનની જીવલેણ ગોળીમારીને હત્યા કરાઇ છે અને ...

સાંજે 6.50 કલાકે પોલીસને ગોળીબાર થયો હોવાનો કોલ આવ્યો, હાલ મોટી માત્રામાં હથિયારબંધ પોલીસ તહેનાત, એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે મોજુદ બંદૂકથી ગોળીબાર અને કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ પછી સશસ્ત્ર પોલીસે આજે સાંજે ઓકલેન્ડના ગ્રે લિનમાં એક માર્ગને કોર્ડન કરી લીધો છે. ગુરુવારે સાંજે ગ્રે લિનનામાં ગોળીબારની ઘટના સામે આવી હોવાના અહેવાલને પગલે પોલીસ બોલાવવી પડી હતી. અહેવાલ અનુસાર એકનું ...

બેંગલુરુમાં CEO અનુરાધા તિવારીએ આરક્ષણની નીતિઓ સામે ફરીથી સવાલ ઉઠાવ્યા, પિતા શિક્ષણનો ખર્ચ ન ઉઠાવી શકતા બ્રાહ્મણ યુવતીએ આત્મહત્યા કરી બેંગલુરુની એક કંપનીના સીઈઓ અનુરાધા તિવારીએ આરક્ષણ નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. એક બ્રાહ્મણ યુવતીએ આત્મહત્યા કરી. કારણ કે તેના પિતા તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તિવારીએ ‘એક પરિવાર, એક આરક્ષણ’ની હિમાયત કરતી વખતે, ગરીબ બ્રાહ્મણો અને સામાન્ય ...