DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

અમેરિકન આર્મીનું સી-17 ગ્લોબમાસ્ટર અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું, અમેરિકાથી ડિપોર્ટ દરેકનો હવાલો પોલીસને સોંપાશે, કબૂતરબાજો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા USA Deportation અમેરિકાના સપનાને સાકાર કરવા ડોંકી રૂટથી પહોંચેલા ભારતીયોને ભારત મોકલી આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સૂકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા 104 ભારતીયો ડિપોર્ટ કર્યા છે. આ ભારતીયોને લઇ વિમાન પંજાબના અમૃતસર પહોંચી ગયું હતું. ત્યાંથી 33 ગુજરાતીને ...

રાજ્ય સરકાર આજે કરશે કમિટીની જાહેરાત,ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે આ અંગે જાહેરાત કરી હતી. ત્યારે કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટા અપડેટ આવ્યા છે. આ અંગે રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે. UCC લાગું થશે તો કયા ધર્મ પર ...

ભારતમાં HMPV ના ત્રણ કેસ નોંધાયા, બેંગલુરુમાં બે કેસ અને ગુજરાતના અમદાવાદમાં એક કેસ નોંધાયો, ત્રણેય દર્દીઓ નાના બાળકો બેંગલુરુ બાદ, ગુજરાતના અમદાવાદમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) નો કેસ નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 2 મહિનાના બાળકમાં આ વાયરસનો ચેપ જોવા મળ્યો છે. નવજાત અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકની સારવાર માટે પરિવાર રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ પહોંચ્યો હતો. બાળકની ...

• અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે ડોક થયેલ પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) સંચાલિત કન્ટેનર જહાજ.• ઉપરોક્ત વેસલ સર્વિસ ભારતીય ઉપખંડને ચીન સાથે જોડે છે.• LNG-સંચાલિત જહાજો સ્વચ્છ અને પર્યાવરણ અનુરૂપ વિકલ્પ પ્રદાન કરે છે. મુંદ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રા ફરી એકવાર ઐતિહાસીક ક્ષણનેં શાક્ષી બન્યું છે. સૌ પ્રથમવાર LNG સંચાલિત કન્ટેનર જહાજ, CMA CGM ફોર્ટ ...

સમાજને નિ:સ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ભેટ ધરનાર પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મદિને અપાશે વિશિષ્ટ ભાવાંજલિ આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદ ગુજરાતનાં આદિવાસી ક્ષેત્રોથી લઈને અમેરિકા ખંડ સુધી વિસ્તરેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની, અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવાપ્રવૃત્તિઓની આધારશિલા છે બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકરો. નિષ્ઠા, સમર્પણ, ભક્તિ અને સેવાની લગનીથી છલકાતા કાર્યકરો જ્યાં હોય ત્યાં પ્રત્યેક કાર્યમાં એક આગવો પ્રભાવ નીખરી ઊઠે છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ ...

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. પાલનપુર, વડગામ, ડીસા સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. 4.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો હોવાની વિગતો છે. ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરમાંથી બહાર દોડી ...

નવભારત સાહિત્ય મંદિર – મુંબઈ દ્વારા પ્રકાશિત પત્રકાર-લેખક-ફિલ્મમૅકર આશુ પટેલના 8 પુસ્તકો અને હાસ્યકાર-લેખક સુભાષ ઠાકરના 3 પુસ્તકો એમ કુલ 11 પુસ્તકોનું લોકાર્પણ મુંબઈના ભવન્સ કૉલેજ કૅમ્પસસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા હકડેઠઠ ભરાયેલા એસ.પી. જૈન ઓડિટોરિયમમાં 21 સપ્ટેમ્બરની સાંજે યોજાયું હતું. આ કાર્યક્રમ માણવા માટે એટલા વાચકો ઉમટી પડ્યા હતા તેમના માટે ખાસ ઓડિટોરિયમના કંપાઉન્ડમાં એલઈડી – સ્ક્રીનની અને ખુરશીઓની ...

કિમ-કોસંબા નજીક 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા, લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા આ ઘટના આજે સવારે 5.40 કલાકે બની હતી. ટ્રેક પર ફિશ પ્લેટ ખોલ્યા બાદ ચાવીઓ બાજુમાં ફેંકી દેવામાં આવી સુરતઃ ગુજરાતના સુરતમાં ટ્રેન પલટી મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ટ્રેક પર લગાવેલી ફિશ પ્લેટ અને 71 પેડલોક ખોલીને ...

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું,વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડાયા, નવસારીના ખેરગામમાં 14 ઈંચથી વધુ વરસાદ હવામાન વિભાગે 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે ન્યૂઝીલેન્ડનું ડેલિગેશન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધો વિકસ્યા છે તેને આગળ ધપાવવા ગુજરાતનું આશ્વાસન ગુજરાત અને ન્યુઝીલેન્ડને કૃષિ-સહકાર અને ડેરી ક્ષેત્રે લાભદાયી એવા ‘ફાર્મર એક્સચેંજ પ્રોગ્રામ’ શરૂ કરવા પર ભાર મૂક્યો કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી ...