અમદાવાદ સહિત મહેસાણાના યુવક યુવતી પાસેથી રૂપિયા ખંખેર્યા, તમામ લોકોને 17 લાખમાં વર્ક પરમિટ આપવાનો સોદો નક્કી થયો, એર ટિકિટ પણ આપી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ નોંધાયો, પોલીસ તપાસ શરૂ આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદNew Zealand Visa Scam : ગુજરાતના અમદાવાદના રહેવાસી 38 વર્ષીય જયદીપ નાકરાણીએ બે છેતરપિંડી કરનારાઓ સામે 70.90 લાખ રૂપિયા (142581.03 NZD)ની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ...
માર્ચથી AEWVના કેટલાક રૂલ્સ તથા મેડિયન વેજમાં ફેરફાર, ડિસેમ્બર 2024માં ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડે કરી હતી જાહેરાત, હવે તબક્કાવાર અમલ ડિસેમ્બર 2024 માં, સરકારે AEWV માં સુધારાઓની જાહેરાત કરી જેથી ચોક્કસ ક્ષેત્રો અને પ્રદેશોમાં વ્યવસાયોની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ સેટિંગ્સ વધુ સરળ અને અસરકારક બને. આના પરિણામે, ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) 2025 દરમિયાન ઘણા ફેરફારો લાવશે. જોકે હાલ બીજા તબક્કાના આ ફેરફારોમાં ...
દમન કુમારના ઓવરસ્ટેયર પેરેન્ટ્સનેે હવે ડિપોર્ટેશનનો સામનો કરવો પડશે. દમન કુમારના જન્મ સમયે માતા-પિતા ઓવર સ્ટેયર હતા. એસોસિયેટ ઇમિગ્રેશન મિનિસ્ટર ક્રિસ પેન્કના હસ્તક્ષેપ બાદ અઢાર વર્ષીય દમન કુમાર હવે ન્યૂઝીલેન્ડમાં રહી શકે છે. કારણે કે એસોસિયેટ મિનિસ્ટરે દમન કુમારને રેસિડેન્સી ગ્રાન્ટ કરી દીધી છે. દમનનો જન્મ ન્યૂઝીલેન્ડમાં થયો હતો પરંતુ 2006ના કાયદામાં ફેરફારને કારણે જન્મ સમયે જ ઓવરસ્ટેયર બની ગયો ...
દેશભરમાં આઇટી ખામીને કારણે એર ન્યુઝીલેન્ડની પ્રાદેશિક ફ્લાઇટ્સ મોડી પડી છે. આઇટી ખામીને કારણે આજે સવારે એર ન્યુઝીલેન્ડના ATR 72 વિમાનોના રાષ્ટ્રવ્યાપી કાફલાને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા. એર ન્યુઝીલેન્ડના સ્ટાફે તેમને કહ્યું: “આઇટી સમસ્યા ઉકેલાય ત્યાં સુધી કંઈપણ આગળ વધવાનું નથી,” . મુસાફરોએ કહ્યું કે તે છેલ્લા દોઢ કલાકથી સમસ્યા ઉકેલવાની રાહ જોઈ રહ્ય છે. .એરલાઇને પુષ્ટિ આપી છે કે ...
કસ્ટમ્સ અધિકારીઓએ ડ્રગ્સની 85 પાર્સલને બ્લેક ફિલ્મ અને સ્પષ્ટ પ્લાસ્ટિક રેપિંગ કરેલી હતી, પ્રારંભિક પરીક્ષણમાં કોકેઈન હોવાના સકારાત્મક સંકેત મળ્યા ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં એરપોર્ટ પરથી સૌથી વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું ઓકલેન્ડ એરપોર્ટ (Auckland Airport) પરથી મોટાપાયે ડ્રગ્સ મળી આવ્યું છે. ન્યૂઝીલેન્ડ કસ્ટમ્સે (New Zealand Custom Services) સપ્તાહના અંતે ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજે 101 કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે, જે ...
અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોએ ન્યૂઝીલેન્ડને કહ્યું અલવિદા, વર્ષ 2023માં 47,100 લોકોએ ન્યૂઝીલેન્ડ છોડ્યું હતું 72000 ન્યુઝીલેન્ડ છોડીને ગયેલા લોકોમાંથી લગભગ 56% ઓસ્ટ્રેલિયા ગયા ગયા વર્ષે દેશ છોડી ગયેલા કિવીઓમાંથી લગભગ 40% લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના હતા, નવા માઇગ્રેશન ડેટા દર્શાવે છે કે, ન્યુઝીલેન્ડે તેના કેલેન્ડર વર્ષમાં નાગરિકોની સૌથી મોટી ચોખ્ખી ખોટનો અનુભવ કર્યો હતો. સ્ટેટ્સ ન્યૂઝીલેન્ડે આજે અગાઉ ...
વર્ષો પહેલા ન્યૂઝીલેન્ડ છોડીને ગયેલા વ્યક્તિના નામે $23,600 કોવિડ રિલીફ ફંડ્સ માટે અરજી કરી હતી, હવે 1 એપ્રિલ 2025 સુધીમાં તમામ રકમ પાછી ભરવાનો હુકમ કોવિડ રિલીફ ફંડ્સની રકમ જુગાર અને પોતાના વ્યક્તિગત ખર્ચમાં ઉડાડી દીધી ઓકલેન્ડના વૈભવ કૌશિક નામના એક વ્યક્તિએ કોવિડ-19 રાહત ભંડોળ (Covid 19 Relief Fund)માં ગેરકાયદેસર રીતે $23600 થી વધુ રકમની છેતરપિંડી કરતી અરજીનો ભાંડો ફૂટ્યો ...
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ન્યૂઝીલેન્ડમાં 3 શો રૂમ શરૂ કરશે, 13 દેશોમાં 375 થી વધુ શોરૂમ ધરાવતું વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું જ્વેલરી રિટેલર વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) હેઠળ ન્યૂઝીલેન્ડમાં રોકાણ 13 દેશોમાં 375 થી વધુ શોરૂમ ધરાવતું વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, ન્યુઝીલેન્ડમાં પોતાનો વ્યાપ વધારવા માટે તૈયાર છે. આ વ્યૂહાત્મક પગલું સંયુક્ત આરબ ...
ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટ દ્વારા નિર્ણયને માર્ચ 2026 સુધી મુલતવી રખાયો , વધુ સવા વર્ષ સુધી સેન્ટ્રલ સિટીમાં રહેતા નાગરિકોને રાહત આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટ (Auckland Transport) એ સેન્ટ્રલ સિટીમાં ઓવરનાઇટ પાર્કિંગ શરૂ કરવામાં ફરી એકવાર વિલંબ કર્યો છે, જેના કારણે તે માર્ચ 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. ગયા મે મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી કે AT 1 જુલાઈથી શહેરના ...
ટ્રાયલ પરીક્ષણમાં સુરક્ષાના ભાગ રૂપે 5Km પ્રતિ કલાકની સ્પીડે ટ્રેન દોડાવાઇ, સિટી રેલ લિંક પ્રોજેક્ટ 2026 માં પૂર્ણ થવાનો અંદાજ હતો આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડના સિટી રેલ લિંક દ્વારા પ્રથમ પરીક્ષણ ટ્રેન મુસાફરી માટે શરૂ કરવામાં આવ્યું છે. ઓકલેન્ડના સિટી રેલ લિંક દ્વારા ટ્રેનના પ્રથમ સફળ પરીક્ષણને “પ્રચંડ સીમાચિહ્ન” તરીકે બિરદાવવામાં આવ્યું છે, જે આગામી વર્ષે પ્રોજેક્ટના અપેક્ષિત ઉદઘાટન પહેલા જ ...