ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા વિવિધ વિઝા ફીમાં વધારો કર્યા બાદ નેશનલ સરકાર દ્વારા વધુ એક ‘ટેક્સ બોમ્બ’માં 3 ગણો વધારો, ઇન્ટરનેશનલ વિઝિટિર કન્ઝર્વેશન એન્ડ ટુરિઝમ ટેક્સ $35થી વધારીને $100 કરાયો ન્યૂઝીલેન્ડની નેશનલ પાર્ટીની ગઠબંધન સરકાર દ્વારા વધુ એક બોઝો ઇન્ટરનેશનલ નાગરિકો પર નાખવામાં આવ્યો છે. જોકે લેબર પાર્ટી દ્વારા જે ટેક્સ આંતરરાષ્ટ્રીય નાગરિકો પર નાખવામાં આવ્યો હતો ત્યારે નેશનલ પાર્ટી દ્વારા ...
8 સપ્ટેમ્બર 2024 થી, હેલ્થ કેર, મીટ એન્ડ સી ફૂડ, ટુરિઝમ એન્ડ હૉસ્પિટાલિટીમાં કેટલીક ભૂમિકાઓ માટે AEWV મીનીમમ skilled આવશ્યકતામાં મુક્તિ ઉપલબ્ધ થશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડચોક્કસ ભૂમિકાઓ અને ક્ષેત્રો માટે AEWV કૌશલ્ય જરૂરિયાતો માટે ટૂંકા ગાળાની મુક્તિસરકાર પસંદગીના ક્ષેત્રોમાં અછતને ટાળવા માટે ટૂંકા ગાળાના ફેરફારો કરી રહી છે જ્યારે લાંબા ગાળાના માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV) ફેરફારો નક્કી ...
જાણે અજાણે ડિસેબલ્ડમાં પાર્કિંગ કરતાં લોકો હવે ચેતી જજો, 20 વર્ષે દંડમાં વધારો કરાયો, પેનલ્ટી $150થી વધારાઇને $750 કરાઇ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડમાં ઘણાં સ્થાનો પર પાર્કિંગની સમસ્યા છે જ તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ ઘણાં લોકો તેમાંથી મુક્તિ મેળવવા માટે જાણે અજાણે પોતાનું વાહન ડિસેબલ્ડમાં પાર્ક કરતાં હોય છે. જોકે હવે આમ કરનારા લોકોએ ચેતી જવાની જરૂરિયાત છે કારણ ...
મંગળવાર રાતથી ઓકલેન્ડમાંથી તમામ બીમ ઇ-સ્કૂટર્સને હટાવી લેવા આદેશ, મંજૂરી કરતાં વધારે સ્કૂટર્સને ઓકલેન્ડમાં મૂક્યા હોવાનું તપાસમાં ખૂલ્યું, કાઉન્સિલ પોલીસ ફરિયાદ નોંધાવે તેવી શક્યતા કાઉન્સિલે “ગંભીર અનુપાલન ભંગ” તરીકે વર્ણવ્યું છે તેના પગલે બીમ ઈ-સ્કૂટર્સ ઓકલેન્ડમાંથી પરત લેવાનો આદેશ કર્યો છે. ઓકલેન્ડ કાઉન્સિલે માઇક્રોમોબિલિટી ઓપરેટર સામે તપાસ શરૂ કરી હતી કારણ કે તેને જાણવા મળ્યું હતું કે બીમે તેના લાયસન્સમાં ...
કોર્ટના ચુકાદાને UBER હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ચાર ડ્રાઇવર્સના હકમાં કોર્ટે આપ્યો છે ચુકાદો, Ministry of Business, Innovation and Employmentએ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને વધુ સારી રીતે વ્યાખ્યાયિત કરવા માટે કાયદાની સમીક્ષા શરૂ કરી કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડટેક્સિ સર્વિસ પ્રોવાઇડર કંપનની UBERને ન્યૂઝીલેન્ડની કોર્ટ ઓફ અપીલ દ્વારા ઝટકો મળ્યો છે કારણ કે કંપનીના ચાર ડ્રાઇવર્સ દ્વારા UBER સામે કેસ ...
બપોરે 1.47 કલાકે મલ્ટીપલ વિહિકલ વચ્ચે અકસ્માત, ઑફ-રેમ્પ નજીક સ્ટેટ હાઇવે વન પર ટ્રક અને અન્ય ત્રણ વાહનોને સંડોવતા અકસ્માતમાં ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી સાઉથ ઓકલેન્ડના રામારામા પાસેના સ્ટેટ હાઇવે 1 પર મલ્ટીપલ વિહિકલ વચ્ચે એક્સિડેન્ટ થયો છે. જેમાં 3 લોકોનાં મોત થયા છે જ્યારે 3 લોકોને ઇજા પહોંચી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક જ વિહિકલમાં બેઠેલા 3 વ્યક્તિના ...
હેમિલ્ટન સ્થિત મિલ્કિયો ફૂડ્સને પેકેજિંગ પરના ખોટા દાવાઓ બદલ મોટો દંડ ફટકારાયો, ફનમાર્ક લોગોનો પણ દુરુઉપયોગ કરવાનો પણ આરોપ આપણું ગુજરાત ન્યૂઝ.હેમિલ્ટન સ્થિત મિલ્કિયો ફુડ્સને મોટા દંડાનો સામનો કરવાનો વારો આવ્યો છે. પોતાના પેકેજિંગ પર 100% ન્યૂઝીલેન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ બાદ હવે કોમર્સ કમિશને 420000 ડોલરનો દંડ મિલ્કિયો ફૂડ્સને કર્યો છે. મિલ્કિયો ફૂડ્સ ...
વિરોધ પ્રદર્શનમાં બાંગ્લાદેશી નાગરિકોની માંગણી, ન્યૂઝિલેન્ડ સરકાર હિન્દુઓના હકમાં વૈશ્વિક સ્તરે અવાજ ઉઠાવે, મોટી માત્રામાં બાંગ્લાદેશી હિન્દુઓ તથા ભારતીય હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો આપણું ગુજરાત ન્યૂઝ.બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ફાટી નીકળેલી હિંસાને પગલે હિન્દુઓની બે રહેમી પૂર્વક હત્યા કરવામાં આવી રહી છે જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આવેલા અટોયા સ્ક્વેર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે ન્યૂઝીલેન્ડનું ડેલિગેશન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધો વિકસ્યા છે તેને આગળ ધપાવવા ગુજરાતનું આશ્વાસન ગુજરાત અને ન્યુઝીલેન્ડને કૃષિ-સહકાર અને ડેરી ક્ષેત્રે લાભદાયી એવા ‘ફાર્મર એક્સચેંજ પ્રોગ્રામ’ શરૂ કરવા પર ભાર મૂક્યો કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી ...
હાઇકમિશન ખાતે ભારતના ન્યૂઝીલેન્ડ ખાતેના હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો, દેશ ભક્તિના ગીતો સાથે ભવ્ય ઉજવણી કરાઇ આપણું ગુજરાત ન્યૂઝ. 78મા ભારતીય સ્વતંત્રતા દિવસની ભારત અને ન્યૂઝીલેન્ડ સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વેલિંગ્ટન ખાતેના ભારતીય હાઇકમિશન ખાતે પણ સ્વંત્રતા દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતીય હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે ...